65 લાખ થી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો: બાલાસિનોર માં ડમ્પિંગ સાઈટ પર 3 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ કરાયો; લાખોના દારૂ પર બુલડોઝર ફેરવાયું

મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં આજે ડમ્પિંગ સાઈટ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો 55974 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 65 લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા 1વર્ષ માં મહિસાગર ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો 55974 બોટલો કિંમત રૂ.65 લાખ થી વધુનો વિદેશી દારૂનો બાલાસિનોર નગરપાલિકા ના ડમ્પિંગ સાઈટ માં નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં મહિસાગર જિલ્લા DYSP કમલેશ વસાવા,બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, મામલતદાર બાલાસિનોર વિરપુર, નશાબંધી અધિકારી અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના PI અનશુમન નિનામા,દેવ પોલીસ સ્ટેશન ના Pi એ.બી.દેવધરા, વિરપુર પોલીસ સ્ટેશન PI બી.એમ પટેલ અને PSI સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.


આ અંગે મહિસાગર DYSP કમલેશ વસાવા જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષ માં બાલાસિનોર ટાઉન, બાલાસિનોર ગ્રામ્ય, વિરપુર પોલીસ સ્ટેશનના દારૂનો જથ્થો બાલાસિનોર નગરપાલિકા ના ડમ્પિંગ સાઈટ પર પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના PSI, PI સહિત સ્ટાફની હાજરીમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 55974 વિદેશી દારૂની બોટલ રૂ. 65 લાખ 63 હજારના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

  • Related Posts

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    વડોદરામાં 10 વર્ષના બાળક માટે હિંચકો બન્યો કાળ, સ્ટન્ટ કરવા જતાં આવ્યો ગળાફાંસો

    વડોદરામાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ઘરે લાગેલા હિંચકા પર સ્ટન્ટ કરતાં એક દસ વર્ષના બાળકનું રમતાં-રમતાં મૃત્યુ થઈ ગયું. જણાવવાનું કે તેના ગળામાં કપડાંની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!