યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે.
વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના વતની તરીકે અને યુકેની હાર્બર એનર્જીના કેમિકલ એન્જિનિયર તરીકે વાતચીત કરનાર ઠગે પોતે આસામમાં નોકરી કરવા આવનાર છે તેમ કહી વાતોમાં ફસાવી હતી.
ત્યારબાદ ઠગે આસામના દિગ્બોઇ ખાતે મશીનરી લેવાની હોવાથી રૃપિયા માંગ્યા હતા.યુવતીએ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.ત્યારપછી એરપોર્ટ ખાતેથી તેનું પાર્સલ છોડાવવાના નામે રૃપિયા માંગ્યા હતા.
આમ યુવતીએ કુલ રૃ.૨.૬૨ લાખ ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારપછી પણ માંગણી ચાલુ રાખતાં યુવતી સમજી ગઇ હતી અને તેણે સાયબર સેલને ફરિયાદ કરી હતી.આ ગુનામાં વડોદરા સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની માહિતી મેળવી હતી અને દિલ્હીના બુરારી ખાતે વોચ રાખી લેઝુઓ ઓબિઓમા જહોન, જિબ્રિલ મહોમદ (બંને રહે.સંતનગર,બુરારી, દિલ્હી મૂળ નાઇઝિરિયા) અને એગબુલ્લે ઇકેન્ના (યુનિટેકહોરાઇઝન હાઉસ,ગ્રેટર નોઇડા,યુપી મૂળ નાઇઝિરિયા)ને ઝડપી પાડયા હતા