
કલાનગરી વડોદરા ના કલાકારોએ પોતાની કલાના માધ્યમથી દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે વડોદરા શહેરના બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે 26 અને 27મી એપ્રિલના રોજ બે દિવસીય ગ્રુપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એન કે આર્ટ ગ્રુપના સ્થાપક અગ્રણી નારાયણ કુમાર દ્વારા કલાકારોની કલાને પ્રોત્સાહન પૂરું પાડવા એક મંચ પૂરો પાડવા અત્યાર સુધી 20 થી વધુ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે 26 અને 27મી એમ બે દિવસ એ ગ્રુપ એક્ઝિબિશન સવારના 11 થી 8 દરમિયાન કલા રસિકો નિહાળી શકશે 70 થી વધુ કૃતિઓ આ ગ્રુપ એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલ છે વિવિધ માધ્યમો આધારિત પેન્ટિંગમાં ચારકોલ એક્રેલિક પેન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ મંડાળા આર્ટ સહિતની કૃતિઓ કલાકારો દ્વારા બનાવેલ છે સમગ્ર આયોજન સંદર્ભે કલાકાર સુમન જોશી દ્વારા જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના છે ત્રણ વર્ષથી કલા નગરીમાં છે આ એક્ઝિબિશન અંગે જાણ થતા આમાં ભાગ લીધો હતો તેઓની કલાકૃતિ મૌલિક છે રીક્ષા શેડોસ ની તેઓની કૃતિ છે વિવિધ જગ્યાએ તેઓએ ભાગ લીધો છે ગુજરાતમાં કલા રસીયો દ્વારા મળતું પ્રોત્સાહન પણ કલાકારો માટે પ્રેરણા રૂપ પ્રોત્સાહિત કરતુ બની રહે છે.
આયોજક એન કે આર્ટના અગ્રણી નારાયણ કુમાર દ્વારા બે દિવસીય ગ્રુપ આર્ટ એક્ઝિબિશન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી તથા કલારસીકોને પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી.