વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

દારૃ, કાર સહિત ૧૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કારનો પીછો કરતા કડી તાલુકાને બુટલેગર કાર મુકી નાસી છુટયો

વિરમગામ –  અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે કડી તાલુકાના વરખડિયા ગામે રહેતો અજય ગાભુજી ઠાકોર સફેદ ઇનોવા ગાડીમાં વિદેશી દારૃ બિયર ભરી સચાણા વૃદ્ધાશ્રમથી સચાણા રેલવે ફાટક તરફ પસાર થવાનો છે.

ચોક્કસ બાતમીના આધારે સચાણા વૃદ્ધાશ્રમ પાસે રોડ ઉપર એલસીબી ટીમ વોચમાં ઉભી હતી. બાતમી વાળી ઇનોવા ગાડી આવતા ઉભી રાખવા ઈશારો કરતા ચાલક ભાગી ગયેલ જેનો પીછો કરતા સચાણા ગામની સીમમાં એરંડાના ઉભા પાક વાળા ખેતરમાં ગાડી મૂકી ભાગી છુટયો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની  ગાડીની તલાસી લેતા વિદેશી દારૃ બિયરની ૧૪૩૦ બોટલ (કિં.રૃ.૫,૬૮,૪૬૪) ગાડી (કિં.રૃ.૧૦ લાખ) મળી કુલ રૃ.૧૫,૬૮,૪૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

  • Related Posts

    વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં મહાકાય મગરનું અચાનક આગમન, રહેવાસીઓમાં ભયનો માહોલ

    વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી જ્યારે અચાનક એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં દેખાયો. આ અણધારી ઘટનાએ સ્થાનિક લોકોને આશ્ચર્યમાં મુકવા સાથે ભયभीત પણ કર્યા. ફતેહગંજ, જે…

    બંગલોમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો 15 યુવકો ઝડપાયા

    વડોદરા : શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે કેટલાક લોકો શ્રાવણ શરૂ થતા પહેલા દારૂની મેહફીલો માણી રહ્યા છે. આવી જ એક દારૂની મહેફિલ…

    error: Content is protected !!