અમદાવાદના વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયાં ભારે પડ્યા, યુવતિએ ફસાવ્યા, 1.66 કરોડનો ચાંલ્લો

અમદાવાદમાં રહેતા એક વેપારીને ડેટીંગ એપ દ્વારા ફસાવીને મળવા માટે દિલ્હી બોલાવ્યા બાદ હોટલમાં પોલીસ કેસમાં ફસાવવાનું કહીને પ્રથમ દોઢ લાખ રૂપિયા પડાવ્યા બાદ અલગ અલગ સમયે તેને લોકઅપમાં પુરવાની ધમકી આપીને બદનામ કરવાનું કહીને રૂપિયા 1.66 કરોડ જેટલી માતબર રકમ વસુલી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે ઔરંગાબાદથી ઝડપી લીધા હતા. આરોપીઓએ ડેટીંગ એપનો ઉપયોગ કરીને અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરીને કરોડો રૂપિયા પડાવ્યાનું પણ પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.

ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 1.66 કરોડ રૂપિયા પડાવ્યા

અમદાવાદમાં રહેતા એક 45 વર્ષીય વ્યક્તિએ એક વર્ષ પહેલા તેના મોબાઇલમાં વિવિધ ડેટીંગ એપ ડાઉનલોડ કરી હતી. જેમાં ટીન્ડર એપ દ્વારા દિલ્હીની એક મહિલા સાથે તેમનો સંપર્ક થયો હતો.  મહિલા સાથે વોટ્‌સએપથી વાતચીત બાદ નક્કી થયા મુજબ થોડા મહિના પહેલા તે દિલ્હી મહિલાને મળવા માટે ગયા હતા. પરંતુ, ટીન્ડર એપમાં જે ડીપી હતુ તેના બદલે ત્યાં બીજી મહિલા હતી. જો કે મહિલાએ તેને કહ્યું હતુ કે તેણે ઓળખ છતી ન થાય તે માટે ખોટો ફોટો મુક્યો હતો.

ત્યારબાદ વેપારી તે મહિલા સાથે હોટલમાં હતો. ત્યારે મહિલાએ અગાઉથી નક્કી થયા મુજબ તેના પર વેપારી મારઝુડ કરીને ધમકી આપી હોવાનું કહીને બદનામ કરવાનું કહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ રૂમમાં આવ્યો હતો. તેણે પોલીસ તરીકે ઓળખ આપીને કેસ કરવાનું કહીને સમાધાન પેટે પહેલા દોઢ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તે અમદાવાદ આવી ગયો હતો. પરંતુ, પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મ સાથે  વિડીયો કોલ કરીને તેના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 1.66 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

ત્યારબાદ પણ સતત ધમકી મળતા વેપારીએ છેવટે  આ અંગે તેમના પરિવારને જાણ કરતા ક્રાઇમ બ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘને ઝડપી લીધા હતા. આ અંગે માહિતી આપતા ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે કૌશલેન્દ્રસિંઘ તેના પિતા સાથે દિલ્હીમાં રહેતો હતો. તેના પિતા નિવૃત થતા તેને ઔરંગાબાદ પરત આવવું પડ્યું હતું અને તે દિલ્હીમાં એસ્કોર્ટ સર્વિસમાં કામ કરતો હતો.

  • Related Posts

    વડોદરાના ભ્રષ્ટાચારી ખાણ ખનીજ ખાતાના 4 લાંચીયા અધિકારી ઝડપાયા

    કચેરીનો ક્લાર્ક અને ત્રણ અધિકારી સામે એસીબીએ 2 લાખની લાંચનો ગુનો નોંધ્યો વડોદરાના કુબેરભુવનમાં આવેલા ખાણ ખનિજ ખાતાના 4 કર્મચારી તથા અધિકારી 2 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો…

    વડોદરામાંથી 15 દિવસમાં 6 ટુવ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

    વડોદરા શહેરમાં ટુવ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેની પાસેથી છ વાહન મળી આવ્યા છે.અજબડીમીલ પાછળ ઠેકરનાથ સ્મશાન નજીકથી પોલીસે સ્કૂટર પર જતા નિકુંજ મહેશભાઇ પારેખ શર્મા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!