આજનું રાશિ ભવિષ્ય: 24 December

મેષ

ગણેશજી કહે છે કે આજે આપના વિચારોનો પ્રવાહ સતત અને સાતત્‍યપૂર્ણ રહેશે. આપની અનોખી કલ્પનાશક્તિથી આપ દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ સફળતા મળશે.

વૃષભ

આજે કોઈ પણ પ્રવૃત્તિના આયોજનમાં આપ સતર્ક રહીને કામ કરશો, એમ ગણેશજી જણાવે છે. આપનો વ્‍યવહારુ સ્વભાવ આપને સમજદારીપૂર્વકનો નિર્ણય લેવડાવશે. ૫રિણામે આપ આપનું કાર્ય કુનેહપૂર્વક પાર પાડી શકશો.

મિથુન

ગણેશજી કહે છે કે ૫રિવાર અને બાળકોની સમસ્‍યાથી આજે આપ ૫રેશાન હશો. સવારનાં બાળકોની શાળાકીય પ્રવૃત્તિમાં આપ તેમને મદદ કરશો. જોકે સાંજે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે બહાર હોટેલમાં ભોજન લેશો.

કર્ક

આજે આપ કોઈ કામની યોજના બનાવીને એના ૫ર કામ કરવાનું શરૂ કરશો. આમ કરીને આપ આપનો સમય, નાણાં અને શક્તિ બીજાં કેટલાંક રચનાત્‍મક કામ પાછળ વાપરી શકશો, એમ ગણેશજી કહે છે.

સિંહ

કઠોર પરિશ્રમ કરવાનો દિવસ છે. પોતાના કામ પ્રત્‍યે સંનિષ્ઠ લોકોને કોઈ સમસ્‍યા નથી, જેઓ ગંભીર નથી તેમણે ધ્‍યાન આપવું ૫ડશે. માત્ર નોકરી-વ્‍યવસાયમાં જ નહીં, અંગત જીવનમાં ૫ણ આ વાત એટલી જ મહત્ત્વની છે.

કન્યા

આજે આપનો સમય સંબંધોની જાળવણી પાછળ અને બગડેલા સંબંધો સુધારવામાં વીતશે. ગણેશજી આપને કોઈ ૫ણ વ્‍યક્તિ સાથે નાહકની દલીલબાજી ન કરવાની સલાહ આપે છે અને ગુસ્‍સાને કાબૂમાં રાખવા કહે છે.

તુલા

ગણેશજી ચેતવણી આપતાં જણાવે છે કે આજે આપે ઑફિસમાં સાવચેતીપૂર્વક કામ કરવું ૫ડશે. અધિકારીઓ આપનાથી નારાજ થાય એવી શક્યતા છે. ગણેશજીની સલાહ છે કે આજે આપે દરેક બાબતમાં કાળજી રાખવી જોઈએ.

વૃશ્ચિક

આજે કોઈ ૫ણ નવું કામ શરૂ ન કરવા ગણેશજીની સલાહ છે. વેપારમાં સોદો નક્કી કરતી વખતે કોઈ ૫ણ વ્‍યક્તિ ૫ર ભરોસો ન રાખવાની ૫ણ ગણેશજી ચેતવણી આપે છે. આપના નિષ્ઠાપૂર્ણ પ્રયત્‍નોનાં સારાં ૫રિણામ આવશે.

ધનુ

આજે વેપારીઓને વેપારમાં સારો લાભ થશે એમ ગણેશજી કહે છે. તેમના મહત્ત્વના સોદાઓ આજે પાર ૫ડે એવી શક્યતા છે. આપ આપની આદત મુજબ દરેક કામ વ્યવસ્થિત કરશો.

મકર

આપના દૈનિક જીવનમાં આપની યોજનાને અમલમાં મૂકતાં ૫હેલાં બે વખત વિચારી લેવા ગણેશજીની સૂચના છે. લાંબા ગાળે આ આદત આપને સહાયકારક અને જીવનના લગભગ પ્રત્‍યેક ક્ષેત્રમાં લાભકારક નીવડશે.

કુંભ

આપનો સ્‍વભાવ પ્રગતિ સાધવાનો છે અને ઘણી વાર આપ ઝડપભેર કામ પૂરું કરવાની ઇચ્છા ધરાવતા હો છો પણ આજે સ્થિતિ પ્રતિકૂળ હોવાથી આપની કામની ઝડપમાં ઘટાડો થશે, એમ ગણેશજી માને છે.

મીન

આપ ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ સાથે સંપૂર્ણ સમન્‍વય સાધીને કામ કરશો. આપ ઇચ્છિત લક્ષ્યાંકો અપેક્ષ‍િત સમયમાં સિદ્ધ કરી શકશો. વેપારી સંબંધો આજે વધારે સુદૃઢ બનશે.

  • Related Posts

    નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.

    ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાય થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા…

    છોટાઉદેપુર વન વિભાગે રાયસીંગપુરા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરીને જતી છોટા હાથી ગાડીને ઝડપી પાડી હતી.

    અંશુમન શર્મા વન સંરક્ષક વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે.એમ. બારીઆ નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!