રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા આજરોજ તા 11/12/24 નાં દિવ્યાંગજનો પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો હતો.
રાષ્ટ્રિય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા અને છોટા ઉદેપુર જિલ્લા શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે મફતલાલ કંપની ના સહયોગ થી આજરોજ છોટા ઉદેપુર રાણી બંગલા કમ્પાઉન્ડ ખાતે ૧૦૫ જેટલા દીવ્યાંગજનો ને રોજગારી મળી શકે તેવા ઉમદા હેતુથી વિવિધ સ્વરોજગાર કીટ આપવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના ૧૦૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને મેકપ કીટ, હાથલારી, પંચર બનાવવાની કીટ, ગાડી રીપેરીંગ કીટ જેવી કિટો આપવામાં આવી હતી. સાથે જરૂરિયાતમંદ દીવ્યાંગજનો ને ઉપયોગી સાધન આપવામાં આવ્યા હતા .
સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મંડળ તેમજ છોટા ઉદેપુર જિલ્લા મંડળ નાં હોદ્દેદારો સહિત જિલ્લા સુરક્ષા અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જીવન જરૂરિયાત ની આવશ્યક રોજગાર લક્ષી કીટ મળતાં દીવ્યંગજનો ભારે આનંદિત થયા હતા.