પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
ગુજરાતી સંગીત માટે પોતાનું સમગ્ર જીવન આપનાર એવા પ્રખ્યાત ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય આજે આપણી વચ્ચે નથી રહ્યા. 90 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી કલા ક્ષેત્રના એક ખૂબ જ જાણીતા કલાકાર એવા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં શોખ ફેલાયો છે. માતૃભાષા ગુજરાતી સંગીતમાં પોતાનું સર્વસ્વ ધરી દેનાર એવા મહારથી કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર સામે આવ્યા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર જાણીને સોશિયલ મીડિયા પર પણ ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને અનેક ચાહકોએ શોક વ્યક્ત કરતાં આ કલાકારને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. આ સાથે અનેક લોકો તેમના ગીતો સાંભળીને પણ તેમને યાદ કરી રહ્યા છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે વાત કરીયે તો ગુજરાતી ભાષાના સંગીતમાં તેમના યોગદાન માટે તેમને દેશનો એક માનસભર પુરસ્કાર ‘પદ્મશ્રી`થી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રીથી સન્માનીત એવા સંગીતકારે આજે આ દુનિયાને અલવિદા કહ્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ઉપાધ્યાયની સંગીત સફર બાબતે વાત કરીયે તો તેમણે 30 ફિલ્મો અને 30 કરતાં વધુ નાટકોમાં પોતાનું સંગીત આપ્યું છે. તેમણે કરેલાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારત તેમ જ દુનિયાના દરેક ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં આજે પણ રણઝણે છે. આ સાથે ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં અનેક લેજન્ડ્રી ગાયકોએ ગાયા છે.