વેગવંતા વિકાસની ઝડપ વચ્ચે 30 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓને જ્યારે સમય અને નાણાંનો બગાડ અને શિક્ષણ દુર્લભ થઈ પડ્યું જ્યારે પ્રજાને કામ અર્થે પણ ગોળ ફેરા ફરવાનો વારો
છોટાઉદેપુર તાલુકાના ધંધોડાથી સીમલફળિયા વચ્ચે ઓરસંગ નદી આવેલી છે. જે ઓરસંગ નદી ની સામસામે કિનારે 20 જેટલા ગામો આવેલા છે. જેમાં ઓલીઆંબા, માલધી, પાદરવાંટ, ધર્મજ, બોપા, ભેસા, સીમલફળિયા એજ રીતે ધંધોડા, પુનિયાવાટ, દુમાલી, ઘેલવાંટ, વગેરે ગામો જે ગામોની વસ્તી અંદાજે 40 000 હજાર કરતા વધુ જેટલી થાય છે. જે ગામોમાંથી પ્રજાએ છોટાઉદેપુર આવવું હોય તો કે પાવીજેતપુર જવું હોય તો 30 કિલોમીટર નો ફેરો ફરવો પડે છે. જ્યારે આ સમસ્યાને પોહચી વળવા ગામલોકોએ સ્વ ખર્ચે નદીમાં રસ્તો બનાવવો પડે છે. જ્યારે આ ઓરસંગ નદીની વચ્ચે મીની પુલ બનાવવામાં આવે તેવી પ્રજાની વર્ષો જૂની માંગ છે. પરંતુ માંગ ન પુરી થતા પ્રજાએ ફરી સ્વ ખર્ચે રસ્તો બનાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધંધોડા , પુનિયાવાંટથી સીમલાફળિયા વચ્ચે ઓરસંગ નદી ઉપર વર્ષોથી મીનીપુલ બનાવવા પ્રજા માંગ કરી રહી છે. પરંતુ આ માંગ સ્વીકારવામાં આવતી નથી. જેના કારણે 40 હજાર જેટલી વસ્તીને ભારે હાલાકી ભોગવી પડે છે. અને સમયસર છોટાઉદેપુર કે પાવીજેતપુર પહોંચી શકાતું નથી, જે સમસ્યાને પહોંચી વળવા લોકો નદીમાં સ્વખર્ચે રસ્તો બનાવી રહ્યા છે. પરંતુ ચોમાસામાં જ્યારે નદીમાં પાણી હોય ત્યારે આ રસ્તો દર વર્ષે ધોવાઈ જાય છે. અને પ્રજાએ 30 km નો ફેરો ફરવાનો વારો આવે છે. જે હાલના સમયમાં યોગ્ય નથી. ચોમાસામાં સામસામે ના ગામોમાં એક બીજાના સાગા વહાલા રહેતા હોય જેઓને એક બીજાના ઘરે જવામાં તકલીફ પડી રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ જવામાં અટવાઈ જય છે. જ્યારે આરોગ્ય લક્ષી સેવાઓ પણ પ્રજાને ઝડપી મળી શક્તિ નથી. સાથે ધંધા રોજગારને પણ અંસર થઈ રહી છે. જેના કારણે મીની પુલ બનાવવામાં કે કોઝવે બનાવવામાં આવે તેવી પ્રજા માંગ કરી રહી છે. વેગવંતા વિકાસમાં આ ગામોનો વિકાસ થાય એ પણ જરૂરી છે. તંત્ર આ બાબતે ધ્યાન આપી ઝડપી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
સીમલાફળિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા રેસિંગભાઈ જગલાભાઈ જણાવી રહ્યા છે કે અમને છોટાઉદેપુર જવામાં ઘણી તકલીફ પડી રહી છે. 20 થી 25 વર્ષથી અમો આ નદીમાં પુરાણ કરી રસ્તો બનાવીએ છે. પરંતુ અમારી સમસ્યા બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. દર વર્ષે લોક ફાળે પુલ બનાવો એ યોગ્ય નથી. જેથી અમારી રજૂઆતો તાત્કાલિક ધ્યાને લઈ તેના ઉપર અમલ કરવામાં આવે એ જરૂરી છે. રસ્તો બનાવવા અમોને છ થી સાત લાખ રૂપિયા જેવો ખર્ચો દર વર્ષે થઈ જાય છે. અમારી રજૂઆત એટલી છે, કે અમોને પુલ બનાવી આપે
સીમલ ફળિયાના પૂર્વ સરપંચ અને આગેવાન અરવિંદભાઈ રાઠવા જણાવ્યું હતું, કે દર વર્ષે ધંધોડા થી ઓરસંગ નદી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ઘણી તકલીફ પડે છે. અમારા ગામ સીમલ ફળિયા થી જેતપુર અને છોટાઉદેપુર જવું હોય તો 30 કિલોમીટર જેવો ફેરો કરવાનો થાય છે. અમારી સરકારને એટલી જ માંગ છે, કે આ વર્ષોથી અમારી જે સમસ્યા છે. જેના કારણે અમો ભારે હેરાન થઈએ છે. જે સમસ્યાનો નિકાલ કરવામાં આવે અને પુલ બનાવી આપવામાં આવે
સીમલફળિયા ગામના વતની અને સામાજિક કાર્યકર પ્રદીપભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે 25 વર્ષથી ગામમાં સામે કિનારે જવામાં છોટાઉદેપુર તથા પાવી જેતપુર જવામાં ભારે તકલીફ પડે છે. જેના કારણે સમય અને નાણાંનો બગાડ થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક પ્રજા અટવાઈ જાય છે. અને આરોગ્ય લક્ષી સેવાઓને પોહચવામાં વિલંબ થાય છે. માટે અટવાઈ જાય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર