પાલેજ DGVCL કચેરીના તાબા હેઠળ આવેલા પાલેજ ટાઉન સહિત છ ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની ૫૫ ટીમો દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વીજ કંપનીની ટીમોએ પોલીસ સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. વીજ ટીમો દ્વારા
પાલેજ ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સાથે સાથે ટંકારીયા, સેગવા, કહાન, કંબોલી, કુરચણમાં પણ વીજ કંપનીની ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ટીમો દ્વારા ૨૪૬૫ મીટરની ચકાસણી કરાઇ હતી. જેમાંથી ૩૮ માં ગેરરીતિ સામે આવી હતી. કુલ ૫૩,૯૧,૦૦૦ ની વીજ ચોરી ઝડપાઇ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલેજ પંથકમાં સમયાંતરે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…