વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પુરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરીકોને કે મધ્યાનભોજન બનાવીને શાળાઓમાં પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને વહારે હાલ કોઈ નથી
હાલમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે ત્યારે આજે સત્તત ત્રણ દિવસથી છૂટા કરાયેલ મહિલા અને પુરુષ કર્મચારીઓ વડોદરા કલેકટર શ્રી કચેરી ખાતે ધરણાં કરીને કડકડતી ઠંડીમાં ઝઝૂમી રહ્યા છે સંબંધીતો સુધી પોતાનો અવાજ પહોંચે અને તેઓને ન્યાય મલે તેવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ આ કર્મચારીઓના પડખે આવ્યા છે અને આ મામલે સંબંધીતો સામે રોષ ઠાલવી કર્મચારીઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી