
વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની કામગીરી થઈ રહી છે ત્યાં બીજી તરફ લોકોને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી માટે મુસીબતો શહેરી પડે છે વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં અવારનવાર ભંગાણ સર્જવાના બનાવો બને છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી
પાણીની લાઈનમાં 15 દિવસમાં ત્રણ ત્રણ વખત ભંગાણ માંજલપુર સ્પંદન ચાર રસ્તા અમર જ્યોત શોપિંગ સેન્ટર પાસે થયું છે સ્થાનિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. અમરજ્યોત શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત પાણીની લાઇન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
સાથે તેમને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પાણીની લાઈનમાં ભંગાણ દરમિયાન ખોદકામ થયું હતું અને તે માટે ટ્રેક્ટરમાં અન્ય સ્થળે લઈ જવાઈ અને આ સ્થળ ઉપર પૂરતું માટી ભરી નથી અને ઉપર ડામર પાથરી દીધો સમારકામ બાદ રોડ રોલર ફેરવવાથી કામ બેસી ગયું અને ફરીથી લાઇન ડેમેજ થઈ હોવાનો તેમનો આક્ષેપ છે. છેલ્લા બે દિવસથી પાણી ન આવતા પરેશાન વિનોદ શાહે ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં પાણી નહીં આવે તો તેઓ સવારે રોડ પર બેસીને સ્નાન કરશે.
તેમના આક્ષેપો સાથે એમ પણ કહ્યું હતું કે જે દિવસ પ્રજાને જે તે વિસ્તારમાં પાણી ન મલતું હોય તારે અધિકારીઓના ઘરના પાણીના વિતરણને પણ બંધ કરવા જોઈએ જેથી તેમને પણ પાણીની સમસ્યાની ગંભીરતા ખબર પડે