
વડોદરાના રાજા રાણી તળાવ અને અજબ તળાવ આસપાસમાં 500થી વધુ કાચા પાકા મકાનોના દબાણ ખડકાયેલા છે.અજબ અને રાજારાણી તળાવ વચ્ચે પણ 10 ફૂટનો પાકો બ્રિજ બનાવી દીધો છે.
રાજા રાણી તળાવ માંથી પસાર થતી પાણીની મુખ્ય ઉપર પણ કાચા પાકા મકાનો બની ગયા છે.પાણીની લાઈન પર જ 100 થી વધુ મકાનના દબાણો ઉભા થઇ ગયા છે.વર્ષોથી ગેરકાયદેસર દબાણો વધ્યા હોય છતાં કોર્પોરેશન તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.જો અમદાવાદના ચંડોળા તળાવમાં બુલડોઝર ફરતું હોય તો વડોદરામાં કેમ નહીં ?
તેવા સવાલો સાથે પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તાત્કાલિક દબાણ દૂર કરવા પુનઃ માંગણી કરી છે.તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી દબાણોને લઈ હું રજૂઆત કરી રહ્યો છું.બહારના લોકો આવીને અહીં મકાનો બાંધી વસવાટ કરી રહ્યા છે.