
વિશ્વામિત્રી પ્રોજેકટની ઝડપથી અને ધાર્યા કરતા વધુ ઝડપે કામગીરી થઈ રહી હોવાનું વડોદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વરસાદ પહેલા 32 ટકા કામગીરી ઇરીગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.ઇરીગેશન દ્વારા ચેકડેમ રિપેરિંગ કાંસની કામગીરી માટે પ્રેજેંટેશન કરાયું હતું.પ્રિમોન્સુન કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા સપૂર્ણ તૈયારી કરી દેવામાં આવે છે.જિલ્લા શહેરના આયોજન અંગે પ્રભારી મંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,વડોદરા હંમેશા આયોજન ના કામોમાં પ્રથમ રહ્યું છે અને રહેશે.વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેની સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવશે.શહેરમાં નવી બોટ વસાવવા માટે આપ્યું નિવેદન આપતા કહ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ગમે તેટલી બોટ ખરીદવાની હશે તેની મંજૂરી આપવામાં આવશે.પૂરની સ્થિતિને ટાળવા માટે NDRF સહિત તરવૈયાની ટીમોને તૈયાર કરવા પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે.વિશ્વામિત્રીને ગટરના પાણીથી પ્રદૂષિત થતી અટકાવા સુએઝના નવા આયોજન કરવામાં આવેલ છે.જે અંગે પાલિકા કમિશનર સાથે કરવામાં ચર્ચા આવી છે.