ટાઇટ બ્રા પહેરવાથી કેવી-કેવી તકલીફો થઈ શકે છે?

બ્લડ-સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે, પૉસ્ચર બગડે છે, રૅશિસ થાય છે એટલું જ નહીં; યોગ્ય સમયે ધ્યાન ન આપવામાં આવે તો વાત બ્રેસ્ટ-કૅન્સર સુધી પણ પહોંચી શકે છે

ફિગર શેપમાં દેખાય એ માટે ટાઇટ કપડાં પહેરતી યુવતીઓને રૅશિસ અને ડિસકમ્ફર્ટની સમસ્યા રહેતી હોય છે, પણ ઉપરનાં આંતરિક વસ્ત્રો એટલે કે બ્રેસિયર ટાઇટ પહેરવાથી ઘણી તકલીફ થઈ શકે છે. નોંધનીય છે કે બ્રા લાઇફસ્ટાઇલનો અભિન્ન હિસ્સો છે. મહિલાઓ એની બાદબાકી કરી શકે નહીં, પણ એને ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે તેમના બ્રેસ્ટને કમ્ફર્ટ આપે અને જો ટાઇટ બ્રેસિયર પહેરવામાં આવે તો શું તકલીફ થાય છે એ નવી મુંબઈની મેડિકવર હૉસ્પિટલ્સમાં કાર્યરત સિનિયર ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અનુરંજિતા પલ્લવી પાસેથી જાણીએ.

જો યુવતીઓ દરરોજ ટાઇટ બ્રા પહેરે તો બ્રા લાઇનમાં બ્લડ-સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે, એને લીધે ખભા અને ગળા ઉપરાંત કમરમાં દુખાવો થાય છે. જે મહિલાઓને સર્વાઇકલની તકલીફ હોય તેમણે ટાઇટ બ્રા પહેરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઘણી વખત એવું બને છે કે શરૂઆતથી જ બ્રેસ્ટનો શેપ સુડોળ રહે એ માટે ટાઇટ બ્રેસિયર જ પહેરવાની ભલામણ કરવામાં આવે છે અને તેમને આદત થઈ જતી હોય છે, પણ સમયાંતરે તકલીફ વધે છે અને બ્લડ-સર્ક્યુલેશન પ્રભાવિત થવાથી સ્નાયુ કડક થઈ જાય છે; પરિણામે એ જગ્યાએ દુખાવો, સોજો, ગાંઠ થવી અને નસ પર દબાણ આવવા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો વાત બ્રેસ્ટ-કૅન્સર સુધી પણ પહોંચી શકે છે. જોકે હજી સ્ટડીઝમાં ટાઇટ બ્રાને કારણે બ્રેસ્ટ-કૅન્સર થાય છે એવી પુષ્ટિ નથી થઈ, પણ ગાંઠ બને એટલે એ થવાની શક્યતા વધી જાય છે.

  • Related Posts

    આપણે પોતે જ નક્કી કરીએ કે આપણને શું વધુ જોઈએ છે, સમય કે મોબાઇલ?

    સમસ્યા વધુ હોય એની જ વાતો પણ વધુ થાય. સમય જેટલો મૂલ્યવાન છે એટલો જ જાણે વેડફાઈ રહ્યો હોય એવી જિંદગી મોટા ભાગના માણસો જીવી રહ્યા છે   આજકાલ સમજુ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!