
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજરોજ વડોદરા શહેરમાં ભારતીય બંધારણના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉમંગ અને શ્રદ્ધા ભાવ સાથે ઉજવવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોસ સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ને તેમના આદર્શો અને યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમીબેન રાવત સહીત કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો દ્વારા આ અવસરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.