
આજે વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે નવલખી મેદાનથી આજના વિશેષ અવસરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કરાયો હતો રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નવલખી મેદાનથી રેલી જૂની કલેકટર કચેરી પહોંચી ગાયકવાડ શાસનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ફરજ નિભાવી હતી તે સ્મૃતિભવન જૂની કલેકટર કચેરી ખાતે રેલી પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી અપાઇ હતી ત્યાંથી રેલી સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પી સલામી આપી રેલીનું સમાપન થયું હતું સમગ્ર આયોજન સંદર્ભે ભરત બાબા દ્વારા માહિતી આપી હતી