
છ મહિના અગાઉ પોલીસની ગાડીને બેકગ્રાઉન્ડમાં રાખી રોફ જમાવતા લબરમુછીયાનો વીડિયો સોશ્યિલ મીડિયમાં વાયરલ થતા પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્સ્ટાગ્રામ રીલ બનાવના ઘેલછામાં લોકો ભાન ભૂલી રીલ બનાવી સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતા અચકાતા પણ નથી. તેવો જ એક વીડિયો 6 મહિના અગાઉ બનાવેલ હોય હાલ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વાયરલ થયો હતો. જે રીલ સાહિલ ખારવા નામના યુવાને બનાવી હતી. રીલમાં પોલીસના એક ઉચ્ચઅધિકારીની ગાડી બેકગ્રાઉન્ડમાં છે અને તે ચાલતો ચાલતો નીકળે છે. જે વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા રાવપુરા પોલીસે સાહિલ ખારવાની અટકાયત કરી હતી