બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે ૫૫ લાખ રૃપિયા પડાવી લીધા

પોતાના જ વતનના યુવકને કેર ટેકર તરીકે રાખનાર બિઝનેસમેનના અવસાન  પછી કેર ટેકરે તેમના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ૫૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારના તુરાજ કોમ્પલેક્ષમાં રહેતા ૬૪ વર્ષના શારદાબેન અખિલેશકુમાર ત્રિપાઠીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ લીબીયામાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં તેઓ પરત ભારત આવેલા અને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ટાટા હાઉસિંગ કોમ્પલેક્ષમાં મકાન અને ઓફિસ રાખી ત્યાં જ રહેતા હતા. હું મારી દીકરી અને દીકરા સાથે વડોદરા રહેતી હતી. મારા પતિ કન્સ્ટ્રક્શન એન્જિનિયરીંગની કંપની ચલાવતા હતા.તેઓ કલોલ તથા આજુબાજુના વિસ્તારમાં ધંધો કરતા હતા. તેમની મદદ માટે અમારા વતન ઉનુર્ખા, સુલતાનપુર, યુ.પી. માં રહેતા દિવ્યાંશુ મહેન્દ્રપ્રતાપ તિવારીને કેરટેકર તરીકે રાખેલો હતો. તે મારા પતિનું તમામ પ્રકારનું કામ  કરતો હતો. તારીખ ૧૧-૮-૨૦૨૪ ના રોજ મારા પતિને હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું હતું. મારા પતિના અવસાન પછી તેમના અલગ – અલગ બેંકના એકાઉન્ટની માહિતી મેળવતા અમને જાણ થઇ હતી કે,  કેરટેકર તરીકે રાખેલા દિવ્યાંશુંએ મારા પતિના એકાઉન્ટમાંથી ૫૫ લાખ રૃપિયા તેના એકાઉન્ટમાં અમારી કે મારા પતિની મંજૂરી વગર  પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને  લઈ લીધા હતા. દિવ્યાંશુ તિવારી પાસે અમારા પૈસા  પરત લેવા માટે અવાર – નવાર પ્રયત્ન કરવા છતાંય તેણે પૈસા પરત  કર્યા નહતા.

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!