આજનું રાશિ ભવિષ્ય: 13 February

મેષ

આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે.

વૃષભ

વહીવટ અને વ્યવસ્થાનું કામકાજ સંભાળનારાઓ માટે લાભદાયી દિવસ છે. આપની રાશિના અન્‍ય લોકો ૫ણ પોતાની કારકિર્દીના ક્ષેત્રે નામ અને પ્રતિષ્‍ઠા પ્રાપ્ત કરશે. વેપારીઓને ધંધામાં લાભ થાય.

મિથુન

રોજિંદા કામકાજમાંથી મુક્ત થવાની ઇચ્છા થશે. બધાં કામ સમય પ્રમાણે પતાવવાની અને ફરજો બજાવવાની ચિંતા રહ્યા કરશે. સ્વજન સાથેની વાતચીત માનસિક રાહત અને વાગ્યા ૫ર મલમ જેવું કામ કરશે.

કર્ક

સગાંસ્નેહીઓ અને મિત્રો સમક્ષ સામાજિક પ્રતિષ્ઠા અને પૈસાની તાકાત પ્રદર્શિત કરવાની ઇચ્‍છા થશે. આ કામની મોટી કિંમત ચૂકવવી ૫ડશે. ભૂતકાળમાં બનેલા બનાવો પરથી બોધપાઠ શીખવા મળશે.

સિંહ

રોજિંદો ઘટનાક્રમ બદલાયેલો જોવા મળશે. નવી યોજના કે નોકરી માટે અનુકૂળ દિવસ છે. આપના વ્‍યક્તિત્‍વ ૫ર ધ્‍યાન આપશો. આપનામાં રહેલી જન્‍મજાત કુશળતા અને આવડત પ્રગટ કરવાની ઇચ્‍છા થશે.

કન્યા

વ્‍યવસ્થિત આર્થિક આયોજન કરવા માટે આજે આવક અને જાવકનાં પાસાં પર નજર કરશો. આર્થિક બાબતો ૫ર વધારે ધ્‍યાન કેન્દ્રિત કરશો. નાણાંનું રોકાણ કરવા માટે દ્વિધા અનુભવશો.

તુલા

આપ ધંધાર્થે અથવા મોજમસ્તી માટે પ્રવાસ ૫ર જશો. આપ વ્‍યવસાયમાં વ્‍યસ્‍તતા અનુભવશો. તેથી ૫રિવાર અને ઘરના કામકાજ ૫ર ખાસ ધ્‍યાન કેન્દ્રિત નહીં કરી શકો. આજે શેરસટ્ટામાં નસીબ અજમાવશો.

વૃશ્ચિક

આજે આપ કોઈ ૫ણ દેખીતા કારણ વગર અસ્‍વસ્‍થ અને ઉદાસ હશો. ગણેશજી કહે છે કે આપે નકામી ચિંતા ન કરવી જોઈએ. આજે આપની આંતરિક શક્તિ અને સુષુપ્‍ત મન વધારે સક્રિય રહેશે.

ધનુ

આજે આપ મર્યાદિત ખર્ચ કરશો. કોઈ વસ્‍તુની ખરીદી કે વેચાણમાંથી લાભ થશે. જમીન-મકાન જેવી મિલકત ખરીદવા ઇચ્‍છનારને લાભદાયક સોદો થઈ શકે છે. આર્થિક લેવડદેવડ લાભકારી બનશે.

મકર

ગણેશજીને લાગે છે કે કારકિર્દીમાં આજે આપની પ્રગતિ થશે. આજે ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આપને સહકાર આપશે. આપનો ઘણોખરો સમય ઑફિસમાં જ પસાર થઈ જશે.

કુંભ

આજે કોઈ પછાડી દેવાની વેતરણમાં હશે. આપને લાગે છે કે આપ ઉત્તમ છો તેથી આપને કોઈની સાથે સ્પર્ધામાં ઊતરવાની જરૂર નથી. આ પરિસ્થિતિને જાળવી રાખવા આપે સાવચેત રહેવાની જરૂર છે.

મીન

દરેક વસ્‍તુને એના કુદરતી સ્‍વરૂ૫માં સ્‍વીકારી લેશો અને પ્રતિકૂળતાઓ સામે ૫ણ સહજતાથી વર્તશો. અર્થાત્ કોઈ પણ બાબત માટે આપની ઉગ્ર પ્રતિક્રિયાઓ નહીં હોય. દુ:ખદ સમાચાર આપના મનને બેચેન કરશે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 15 February

    મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

    આજનું રાશિ ભવિષ્ય: 12 February

    મેષ આજે આપ નજીકના સ્નેહીજનો અને પ્રિયજન સાથે વધારે લાગણીશીલ બનશો. પરિવારજનો સાથે પ્રવાસ ખેડવા આપ ઑફિસમાંથી રજા લેશો. આપનાં બાળકો પણ આપનો સાથ માણી શકશે. વૃષભ આજે આપની સામે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!