મેષ
આજે આપ મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણવા બહાર જાઓ એવી શક્યતા છે, આ માટે આપ તૈયારી પણ કરશો, ૫રંતુ બપોર થતાં આપ આ બધી યોજના ૫ડતી મૂકી ઘેર જ ભોજનનો આનંદ માણવાનું ૫સંદ કરશો.
વૃષભ
વિજાતીય મિત્રો ૫રત્વેની આપની વધારે પડતી સહાનુભૂતિ અને લાગણી આપને તેની પ્રત્યે આકર્ષે એવી શક્યતા છે. ગણેશજી કહે છે કે આ લાગણીના બંધન આપને પ્રણયબંધનમાં બાંધી લે એવું ૫ણ બને.
મિથુન
૫રિવારના સભ્યો કે મિત્રો આપની પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખશે અને એ પૂરી કરવાની ચિંતામાં આપનો આજનો દિવસ પણ નીરસ બનશે, ૫રંતુ ગણેશજીની કૃપાથી આપ સફળતાપૂર્વક બહાર નીકળી શકશો.
કર્ક
આજે આપને પરિસ્થિતિને અનુકૂળ થઈને વર્તવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. સામા પ્રવાહે જવામાં તણાઈ જવાનું જોખમ છે. સંજોગોને અનુકૂળ રહેશો તો આપનું કામ સરળ બની જશે.
સિંહ
આજનો દિવસ આર્થિક લાભનો છે. શૅર-સટ્ટાના બિઝનેસમાં તેમ જ શૅરબજારમાં કરેલા મૂડીરોકાણમાંથી આપને નફો મળે. ગણેશજીની કૃપાથી કોઈ પાસેની લેણી રકમો આજે મળી જવાનો સંભવ છે.
કન્યા
આજે આપ ખૂબ આનંદિત અને ખુશ હશો. આપની સ્વાભાવિક લાગણીવશતાને સંયમમાં રાખી શકશો. લાગણીઓ અને અન્ય બાબતોમાં આજે આપ અતિરેક નહીં કરો. આજે આપ રચનાત્મક કાર્યો કરશો એમ ગણેશજી કહે છે.
તુલા
આજે આપ પરિવારને પ્રાધાન્ય આપશો. પરિવારની કોઈ વ્યક્તિની તબિયત વિશે ચિંતા અનુભવશો. જે સગાંસંબંધીઓ દૂર રહેતા હોય તેમના વિશે આ પ્રકારના સમાચાર મળવાની શક્યતા છે જે સાંભળીને આપ અસ્વસ્થતા અનુભવશો.
વૃશ્ચિક
આજે આપ અનુભવી શકશો કે આપની ગ્રહણશક્તિમાં વધારો થશે અને એ ઝડપી બનશે. આપની કલાસૂઝ પણ વિકસશે. પ્રિયજન સમક્ષ પ્રેમ કે લગ્નની દરખાસ્ત મૂકવા પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
ધનુ
આપના ઘરે મહેમાનોની અવરજવરના કારણે ઘરના કામમાં આપ વધારે વ્યસ્ત રહેશો. આપના મિત્રવર્તુળને ભોજનનું આમંત્રણ આપશો, જેથી તેમની સરભરામાં આપનો સમય પસાર થઈ જાય.
મકર
આપ ઘણા પ્રેમાળ અને મળતાવડા હોવાથી બીજા લોકોની લાગણીને સારી રીતે સમજી શકો છો. આજે આપ પોતાના સ્વભાવને કારણે કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને સહાય કરશો, એમ ગણેશજી કહે છે.
કુંભ
આજે આપ તટસ્થ વલણ અ૫નાવવાની જરૂર અનુભવો એવી શક્યતા છે. ગણેશજીની સલાહ છે કે આપે ૫રિવાર કે ઑફિસમાં ક્યાંય વધારે ૫ડતી અપેક્ષા ન રાખવી જોઈએ અને અલિપ્ત રહેવું જોઈએ.
મીન
આજે આપને પરદેશ વસતા મિત્રો કે સ્નેહીજનો સાથે વાતચીત કે સં૫ર્ક થાય. વિદેશી સં૫ર્કોથી ફાયદો થવાની ૫ણ શક્યતા હોવાનું ગણેશજી કહે છે. આજે આપ વધારે મિલનસાર બનશો.