
વડોદરા જિલ્લામાં ગયા વર્ષે સાવલી અને પાદરા તાલુકામાં ઝડપાયેલા નશાકારક જથ્થા ગાંજાના કેસમાં છેલ્લાં એક વર્ષથી મધ્ય પ્રદેશના મંડસોર જીલ્લાનાં દલૌડા તાલુકાના ખજુરિયા સારંગ ગામનો આરોપી ચન્દ્રપાલસીંહ રઘુવીરસીંહ પવાર ફરાર હતો. દરમિયાન તે રાણીયા બસ સ્ટેન્ડ, તા.સાવલી, જી.વડોદરા ખાતે આવ્યો હોવાની બાતમી મળતા જિલ્લાની એસ.ઓ.જી. ટીમે રાણીયા બસ સ્ટેન્ડ, તા.સાવલી, ખાતેથી ચન્દ્રપાલસીંહ રઘુવીરસીંહ પવારને ઝડપી પાડી ભાદરવા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો.