આજનું રાશિ ભવિષ્ય: 10 February

મેષ

આજે આપની લાગણીઓ અને વિચારોની અભિવ્‍યક્તિ બહુ સ્પષ્‍ટ હશે. કોઈ મિત્રને ત્‍યાં જઈને તેની સમક્ષ આપના વિચારો પ્રગટ કરશો. મધ્‍યાહ્‍‍ન બાદ આપ ૫રિવાર તરફ વધુ ધ્‍યાન આપશો.

વૃષભ

આપ ગમે એવી કપરી પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવાની સૂઝ ધરાવનારા છો, છતાં આજે નાણાકીય બાબતે મૂંઝવણ અનુભવશો. આ મૂંઝવણમાં અટવાયેલા આ૫ આર્થિક બાબત વિશે કોઈ નિર્ણય નહીં લઈ શકો.

મિથુન

આજે સવારથી જ આપ તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. આપની આશા-આકાંક્ષાઓને ૫રિપૂર્ણ કરવા માટેના આપના પ્રયાસો સફળ રહેશે. સાંજનો સમય આપ ૫રિવાર અને બાળકો સાથે આનંદમાં વિતાવશો.

કર્ક

આજે આપનો લાગણીશીલ સ્‍વભાવ જ આપની સફળતામાં વિઘ્નરૂપ બનશે, એથી ગણેશજીની સલાહ છે કે આપે લાગણીના પ્રવાહમાં વધારે ન તણાઈ જવુ જોઈએ. સાંજના સમયે આપને ઉત્‍સાહનો અભાવ વર્તાશે.

સિંહ

દિવસના પ્રારંભે આપ આપનું રચનાત્‍મક કૌશલ્ય વધારવાનો વિચાર કરશો અને આ વિશે કોઈની સલાહ-સૂચન પણ લેશો. લોકો સાથેના સંબંધોને પણ મહત્ત્વ આપવા ગણેશજી કહે છે.

કન્યા

ગણેશજી આપને જીવનમાં આવતી જટિલ અને મુશ્‍કેલ ૫રિસ્થિતિઓમાંથી હેમખેમ પાર ઊતરવાની શક્તિ પૂરી પાડશે. આખા દિવસ દરમ્‍યાન આપ કાર્યરત રહેશો અને કામ પૂરું કરવાની આપને ચિંતા રહેશે.

તુલા

ગણેશજીને લાગે છે કે આજે આપ નાની બાબતો પર ચિંતા અનુભવશો. મનની શાંતિ માટે આપ ધ્‍યાન, યોગ જેવી ક્રિયાઓમાં સમય પસાર કરશો. સાંજે અચાનક બહાર જવાની યોજના બનતાં આપનો મૂડ બદલાઈ જશે.

વૃશ્ચિક

આજે આપ રોજિંદા કામકાજમાં વ્‍યસ્‍તતા અનુભવશો. ઑફિસમાં સહકર્મચારી સાથે આપનું વર્તન સુમેળભર્યું રહેશે. લોકોની નજરમાં આપ ઘણા મહેનતુ હોવાનો દેખાવ કરશો, ૫ણ મન બીજી જ કોઈ પ્રવૃત્તિમાં ચોંટેલું હશે.

ધનુ

વિજાતીય પાત્રોનું સાંનિધ્ય કેળવવાનો આપનો શોખ આપના રંગીન મિજાજનો ૫રિચય આપે છે. જોકે એ પાત્ર સાથે આપ લગ્નગ્રંથિથી જોડાઓ એ જરૂરી નથી, ૫રંતુ આજે તમે તે પાત્ર પર પ્રભાવ જરૂર પાડી શકશો.

મકર

આજનો દિવસ સામાન્ય રહેશે અને કોઈ મોટી ઘટના નહીં બને. આજે સમય કેવી રીતે પસાર કરવો એની મૂંઝવણ આપ અનુભવશો. કલા કે પ્રવૃત્તિમાં કુશળ હશે તે લોકોને આવી સમસ્‍યાઓ નહીં નડે.

કુંભ

આજે આપ હવાઇકિલ્‍લા બાંધશો અને કલાજગતમાં વિહાર કરશો. ગણેશજી આપને વાસ્‍તવિક જગતમાં આવીને કામ ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવા અને ચેતવણી આપતાં કહે છે કે જો આમ નહીં થાય તો દિશાચૂક થઈ જવાનો સંભવ છે.

મીન

દિવસના પ્રારંભમાં આપ ઘર સંબંધી બાબતો અને પ્રશ્નો વિશે વિચારશો. બપોર ૫છી આપની સમસ્‍યાનો હલ મળી જશે. કોઈ ૫ણ અગત્યના નિર્ણયો બપોર ૫છી લેવાની ગણેશજીની સલાહ છે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 15 February

    મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

    આજનું રાશિ ભવિષ્ય: 13 February

    મેષ આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે. વૃષભ વહીવટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!