
મેષ
આજે આર્થિક પ્રશ્નો વિશે આપને થોડી ચિંતા રહેશે. ૫રિવારજનોના ભવિષ્યને ધ્યાનમાં લઈને મૂડીરોકાણ કરવાની યોજના વિશે વિચારશો. મહત્ત્વના દસ્તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે તેમ જ સાહિત્ય-સર્જન માટે અનુકૂળ દિવસ છે.
વૃષભ
સ્વભાવનું ઉતાવળાપણું અને અધીરાપણું આપના વર્તનને વિચિત્ર બનાવશે. આપનું વલણ સમાધાનકારી નહીં હોય. આપ કોઈ સૂચન સાંભળવા તૈયાર નહીં હો. ગણેશજી આપને કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવાની સલાહ આપે છે.
મિથુન
આજે એકલતાની લાગણી આપને ઘેરી વળશે. મનને શાંત અને સ્વસ્થ રાખવા કોઈનો સાથ ઝંખશો. ધ્યાન કે યોગ આવા સમયે અદ્ભુત અસર કરી શકશે. સાંજે આપનો મૂડ વારંવાર બદલાતો હોવાનું અનુભવાય.
કર્ક
આપ આપની સર્જનાત્મકતા તેમ જ કલ્પનાશક્તિ દ્વારા શ્રેષ્ઠ કલાનું સર્જન કરી શકશો અને સમાજમાં ખ્યાતિ મેળવી શકશો. આપ પોતાની મધુર વાણી તેમ જ બોલવાની છટાને કારણે લોકોની સરાહના મેળવશો.
સિંહ
આજે આપનું મન શાંત નહીં હોય. કેટલીક સમસ્યાઓ ટેન્શન ઊભું કરશે. ગણેશજી આપને નકામી ચર્ચાઓ પાછળ સમય ન વેડફતાં પ્રગતિકારક અને બૌદ્ધિક ચર્ચા પાછળ શક્તિ ખર્ચવાની સલાહ આપે છે.
કન્યા
હંમેશાં ખુશમિજાજ રહેતું આપનું મન આજે ઉદાસ જણાશે. એને કારણે આપનામાં ઉત્સાહનો અભાવ વર્તાય. બીજી તરફ માનસિક હળવાશ મેળવવા માટે બહાર ફરવા જવાથી આપનામાં ફરી ઉત્સાહનો સંચાર થશે.
તુલા
આજે આપ આખો દિવસ વ્યાપારી કામકાજમાં વ્યસ્ત રહેશો. સંશોધનના કામમાં આપ સફળતા મેળવી શકશો. આપના પર કોઈ કોર્ટકેસ ચાલતો હશે તો એમાં સકારાત્મક ૫રિણામ મળશે. વેપારી સોદાઓમાં સફળતા મળશે.
વૃશ્ચિક
આજે ૫રણેલાં કે અ૫રિણીત દં૫તીઓએ તેમના ગુસ્સાને અંકુશમાં રાખવો જરૂરી છે. તેમની વચ્ચે વૈચારિક મતભેદો કે વાદ-વિવાદ થવાની શક્યતા છે. ઑફિસમાં આપના સહ-કર્મચારીઓ આપની સાથે સહમત થશે.
ધનુ
આપના મનમાં ચાલતી વિચારોની અસમંજસ આપને મૂંઝવણમાં મૂકશે. જુદી-જુદી બાબતો વિશે મિશ્ર લાગણીઓ ધરાવશો. મૂંઝવણનો ઉકેલ નિકટની વ્યક્તિઓ પાસે શોધવા જશો, ૫રંતુ અન્ય લોકોના મંતવ્યો પર બહુ મદાર ન બાંધવા.
મકર
આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનું વિચાર્યું હોય તો એને માટે થોડા દિવસ રાહ જોવાની. બપોર બાદ લાભની આશામાં આપ પોતાના પ્રયાસમાં વધારો કરી શકો છો. દિવસ પૂરો થતાં આપનો મૂડ સારો થઈ જશે.
કુંભ
ગણેશજી કહે છે કે આજે આપ ઑફિસમાં ઘણી મહેનત કરશો. આપ કામ કે કારકિર્દીના ક્ષેત્રે સારા સમાચાર મળવાની આશા પણ રાખી શકો. આપના કામ પ્રત્યેના વલણ અને પ્રામાણિકતાની કદર થશે.
મીન
ઘણા સમયથી મનમાં ધરબી રાખેલી લાગણીઓને કોઈ પાસે વ્યક્ત કરવાના મૂડમાં હશો. બીજી તરફ ઘણા લાંબા સમય ૫હેલાં આપની જિંદગીનો ભૂતકાળ બની ગયેલા લોકો અચાનક જ દેખા દેશે. ગણેશજીની કૃપાથી ગ્રહો આજે અનુકૂળ રહેશે.