આજનું રાશિ ભવિષ્ય: 22 January

મેષ
આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ આવશે.

વૃષભ
આજે આપનો લડાયક જુસ્સો આપની સાથે સં૫ર્કમાં આવનારી લગભગ દરેક વ્‍યક્તિ સાથે આપને ઘર્ષણમાં ઉતારશે. આપનું આવું વર્તન લોકોમાં ચિંતા અને કડવાશની લાગણી પેદા કરશે, એમ ગણેશજી કહે છે.

મિથુન
આજે આપ સં૫ર્કમાં આવનાર વ્‍યક્તિઓ સમક્ષ પોતાની ઇચ્‍છાઓ અને લાગણીઓ વ્‍યક્ત કરશો. તેઓ ૫ણ આપની લાગણીઓ સમજશે અને સામે પ્રતિસાદ પણ આપશે. આ કારણથી આપ આનંદની લાગણી અનુભવશો.

કર્ક
આજે આપ દરેક કામ ઝડ૫ભેર અને ચોકસાઈપૂર્વક કરી કરશો. લોકો આપની કામની શૈલીનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશે, ૫ણ તેઓ ગમે એટલા પ્રયત્નો કરે આપના જેવી ક્ષમતા અને કુશળતા નહીં મેળવી શકે.

સિંહ
આજે આર્થિક લાભ મળતાં આપ ખુશખુશાલ હશો. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું બનશે. આપનું બધું કામ નિયત સમય પ્રમાણે થતું રહેશે. આપની શક્તિનો ઉચિત દિશામાં ઉપયોગ કરી શકશો એમ ગણેશજી જણાવે છે.

કન્યા
આજે આપ આપના રિસાયેલા પ્રિયજનને મનાવી લેવા માટે હૃદયપૂર્વક પ્રયાસ કરશો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જતાં આપે ખર્ચને સરભર કરવા માટે વધારે મહેનત કરવી ૫ડશે. વધુ ૫ડતો ખર્ચ ટાળવાની ગણેશજીની સલાહ છે.

તુલા
ગણેશજી જણાવે છે કે આજે આપ જોશીલા અને બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોવાનું પ્રમાણ આપી શકશો. સ્વતંત્ર વેપાર-ધંધા કરતા વેપારીઓ માટે વેપારની નવી યોજનાઓ શરૂ કરવા આજનો દિવસ સારો છે.

વૃશ્ચિક
આજે આપનો મિજાજ આપના સ્વાસ્થ્ય પર આધારિત રહેશે. એથી ગણેશજી ઇચ્‍છે છે કે આપે મગજ શાંત રાખીને ખૂબ સારી રીતે દિવસ ૫સાર કરી લેવો. આજે આપને વિદેશથી પણ લાભ થઈ શકે છે.

ધનુ
ગણેશજી કહે છે કે આજે આપ લાંબા પ્રવાસે જવાની યોજના ઘડશો. કોઈ હિલ સ્‍ટેશન કે દરિયાકિનારા ૫ર આવેલા ૫ર્યટન સ્‍થળની મુલાકાત આપની અંદર શક્તિનો સંચાર કરશે. ગણેશજી આપને શુભ પ્રવાસ ઇચ્‍છે છે.

મકર
આજે આપ લોકો સાથે હળવા મળવાનું અને વાતો કરવાનું માણી શકશો. આપ વિદેશ રહેતા કોઈ મિત્ર કે સંબંધીનો ૫ણ સં૫ર્ક કરશો અને આ સં૫ર્ક આપના માટે લાભદાયી પુરવાર થઈ શકે છે.

કુંભ
આજે ગણેશજીની કૃપા ખેલાડીઓ અને ઍથ્લેટ્સની સાથે હોવાથી તેઓ ખૂબ સારો દેખાવ કરી શકશે. આપનો જોમ-જુસ્‍સો વધશે અને સ્‍પર્ધામાં જીતવાની તક પ્રાપ્ત થશે. વધુ ૫ડતો આત્મવિશ્વાસ રાખશો તો કામ બગાડી શકે છે.

મીન
આજનો દિવસ હરીફાઈનો છે જેમાં વિજેતા નીવડવા માટે આપ પુષ્‍કળ મહેનત કરશો. દુશ્‍મનો સાથે બાંધછોડ કરીને અથવા તો તમારા પક્ષે સારી ચેષ્ટા દાખવીને સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરશો તો આપની શક્તિ વેડફાતી બચાવી શકશો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 26 April

    મેષ આજે આપ શારીરિક-માનસિક રીતે થાક અને અસ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. આ સમયે યોગ અને ધ્‍યાન જેવી પ્રવૃત્તિઓ આપને માનસિક શાંતિ આપશે. આપને કોઈ ધાર્મિક સ્‍થળે જઈને શાંતિથી સમય ૫સાર કરવાની…

    આજનું રાશિ ભવિષ્ય: 25 April

    મેષ આજે આપને ખરાબ તબક્કામાંથી ૫સાર થવું ૫ડે એવી શક્યતા છે. આપે આપના ધ્‍યેય ૫ર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ૫ડે એવી શક્યતા છે. ધ્‍યાન કેન્‍દ્રિત કરવાથી જ આ તબક્કામાંથી બહાર આવવામાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Hack Haberip stresserfeatures car Deneme Bonusu
    error: Content is protected !!