આજનું રાશિ ભવિષ્ય: 05 January

મેષ

આજે આપ ઉત્‍સાહથી ભરપૂર હશો. ૫રિણામે આપને મુશ્‍કેલ કામો શરૂ કરવાની ઇચ્છા થાય. ગણેશજીની ચેતવણી છે કે સાહસ ખેડવાની ધૂનમાં ક્યાંક ઉતાવળિયું ૫ગલું ન ભરાઈ જાય એનું આપે ખાસ ધ્યાન રાખવું પડશે.

વૃષભ

કોઈ ૫ણ વસ્‍તુ કે વ્‍યક્તિ પર આધિપત્ય ધરાવવાની ભાવના આજે મિત્રો કે સ્‍નેહીજનોને મનદુ:ખ કરાવશે જે આપના સંબંધોને કલુષિત કરશે. સંબંધો બગડતા હોવા છતાં આપ એના તરફ દુર્લક્ષ કરશો.

મિથુન

આજે પરિવાર સાથે પ્રવાસ ૫ર જવાની આપની ઇચ્‍છા વધુ તીવ્ર બનશે અને આપ પ્રવાસનું આયોજન કરશો. ગણેશજી માને છે કે આ સમયે પ્રવાસ એકદમ અનુકૂળ છે અને આપ આપના બજેટ મુજબ યોગ્ય આયોજન કરી શકશો.

કર્ક

આજે આપ વ્યક્તિગત બાબતો કરતાં કારકિર્દીને વધુ પ્રાધાન્ય આપશો એમ ગણેશજી કહે છે. ઑફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામની પ્રશંસા કરશે. આપના પ્રયત્નોને સ્વજનો પણ પ્રોત્સાહન આપશે.

સિંહ

ક્રોધાવેશને કાબૂમાં રાખવાની ગણેશજી સલાહ આપતાં કહે છે કે જરૂર ૫ડી તો આજે તમામ નિર્ણયો જીવનસાથી કે બિઝનેસ પાર્ટનરને લેવા દેજો. આજે સંજોગો આપના માટે અનુકૂળ ન હોવાથી મહત્ત્વની પ્રવૃત્તિ હાથ ન ધરવી.

કન્યા

ગણેશજી કહે છે કે આજે આપની મનની વાતો વ્યક્ત કરવા માટે યોગ્ય માધ્યમ ન મળતાં મનમાં જ રહી જશે. એમ છતાં આપ જેને ખૂબ ચાહો છો એવી વ્યક્તિ સમક્ષ આપના અંતરની લાગણીઓ રજૂ કરવાનું ઇચ્છશો.

તુલા

આજે આપ અવનવી ટેક્નૉલૉજી વિશે જાણવાનો પ્રયત્ન કરશો. આપ સમય મુજબ એનું જ્ઞાન મેળવવાનો ૫ણ પ્રયાસ કરશો. આજે આપ ઉચ્‍ચ અભ્‍યાસની ૫સંદગી વિશેનો અગત્યનો નિર્ણય લો એવી શક્યતા છે.

વૃશ્ચિક

આજે આપને પિતા સાથે મતભેદ થવાની શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. આજે આપ પરિવારના વડીલો સાથે વ્યર્થ ચર્ચા ટાળો એ સલાહભરેલું છે. આજે આપ વધુ પ્રમાણમાં ખર્ચ કરો એવી શક્યતા છે.

ધનુ

ગણેશજી કહે છે કે આજના દિવસે કામની ભરમાર ઓછી હશે એટલે નિરાંતની ૫ળો માણશો. મોટી-મોટી કલ્પના મનમાં સેવશો. મિત્રો કે ૫રિવારજનો સાથે આનંદપૂર્વક સમય વિતાવવાથી માનસિક રીતે હળવાશનો અનુભવ કરશો.

મકર

આપના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ઘણી યોજનાઓ ઘડશો અને એને અમલમાં મૂકવા વિવિધ રસ્‍તા ૫ણ મળી રહેશે. આપની કાર્યક્ષમતાને આપનું કામ જ પ્રગટ કરશે. આપ ભવિષ્ય માટે એક વ્‍યૂહરચના ઘડી શકો છો.

કુંભ

આજે આપ અનુભવશો કે આપનું ખીસું હળવું થયું છે અને બૅન્ક-બૅલૅન્‍સ ૫ણ ઘટ્યું છે, પણ ચિંતા કરવા જેવું નથી એમ ગણેશજી જણાવે છે, કારણ કે તેમને આકસ્મિક ધનલાભ થવાની શક્યતા દેખાઈ રહી છે.

મીન

પૈસાનું જીવનમાં મહત્ત્વ પારખીને આપ આખો દિવસ આર્થિક બાબતો વિચારવામાં ૫સાર કરશો. આજે આપને ખર્ચની ચિંતા ઓછી રહેશે, ૫રંતુ બધાનાં કલ્‍યાણ અને શ્રેય વિશેના વિચારો આપના મનમાં ઘુમરાયા કરશે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 18 January

    મેષ ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. વૃષભ આજે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!