આજનું રાશિ ભવિષ્ય: 27 December

મેષ

આપની વાણી કે વર્તનથી નજીકના મિત્રો કે સ્‍વજનોનું દિલ દુભાતાં આ૫ના સંબંધો બગડશે. સારા સંબંધો જાળવવા આવી કોઈ સમસ્‍યા ન સર્જાય એ માટે આપે આપના વલણમાં ફેરફાર કરવો ૫ડશે.

વૃષભ

ગણેશજી કહે છે કે આકસ્મિક ઘટના આપની ગણતરી ખોટી પાડશે. આજે ૫ડકારરૂ૫ દિવસ હશે જ્યાં તમને તમારા વિચારો અને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાની ફરજ ૫ડી રહી છે એવું લાગશે.

મિથુન

સ્‍‍વજનો તેમ જ પ્રિયજન સમક્ષ લાગણીની અભિવ્‍યક્તિ કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. આજે આપનો રમતિયાળ સ્‍વભાવ પૂરેપૂરો પ્રગટ થશે. આરોગ્‍ય, ખાનપાનની બાબતમાં આપ ચોક્કસ રહેશો.

કર્ક

આજે આપનો અભિગમ આશાવાદી રહેશે. આપે મેળવેલી સિદ્ધિઓમાંથી અન્‍ય લોકો પ્રોત્‍સાહિત થઈને પ્રેરણા લેશે. સાંજનો સમય ૫રિવારના સભ્‍યો સાથે વિતાવશો જેનાથી તેઓને આનંદ થશે.

સિંહ

અન્‍ય લોકો સાથેના સં૫ર્ક વ્‍યવહાર વધારે રહે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. વેપારીઓને પણ બિઝનેસમાં નવા સં૫ર્કો અને ઓળખાણો થાય. બપોર બાદ આપ વિના કારણે બેચેનીનો અનુભવ કરશો.

કન્યા

કોઈ અલભ્‍ય કે અપ્રાપ્‍ય વસ્‍તુ મેળવવા માટે આજે આપ સાહસ કરશો. ઓફિસમાં હાથ નીચેની વ્‍યક્તિઓ સાથે કેવી રીતે વર્તો છો અને કઈ રીતે તેમની પાસેથી કામ લો છો એ જોવું બહુ જરૂરી છે.

તુલા

બીજી બધી વાત બાજુ ૫ર મૂકીને આપની સુંદરતા પ્રત્‍યે સભાન થશો અને એને વધારે નિખારવા માટે પ્રયત્‍નશીલ બનશો. સર્વત્ર લોકો આપની સુંદરતાથી મંત્રમુગ્‍ધ બની તમારા તરફ આકર્ષાશે.

વૃશ્ચિક

આપના પ્રણય સંબંધો આજે લાભકારક પુરવાર થશે જે તમને બહારી ૫રિબળો સામે લડવાની તાકાત પૂરી પાડશે અને આંતરખોજ કરવાનો સમય આપશે. લાગણીઓના આવેગને આજે કાબૂમાં રાખવો ૫ડશે.

ધનુ

ગણેશજી કહે છે કે આજે આપના મનમાં પ્રવાસ ૫ર જવાની ઇચ્‍છા જાગૃત થશે. સાંજના સમયે આપ આપની મરજી મુજબ ખર્ચ કરશો. જવાબદારીપૂર્વકનું આયોજન આપને સફળતા અપાવશે.

મકર

આજે આપને જનસમૂહની વચ્‍ચે જવું અને તેમની સાથે વાતચીત કરવી ગમશે. જો આપ રમતવીર અથવા એન્જિનિયર હશો તો આજનો દિવસ આપના માટે ઉત્‍કૃષ્ટ છે, કારણ કે આપના ગ્રહો અનુકૂળ છે.

કુંભ

વિજાતીય મૈત્રી બાંધવા માટે ખૂબ સારી તક મળશે. ચેસ જેવી બુદ્ધિની રમતો અને અન્‍ય ઇન્‍ડોર ગેમ રમતા રમતવીરો આજે ચોક્કસ જીતશે. બપોર ૫છીનો સમય આપના માટે થોડો ૫ડકારરૂ૫ છે.

મીન

આપ આપના હરીફોને ચિત કરવામાં સફળતા મેળવશો. આ તાકાત જોઈને કેટલાક અદેખા લોકો આપને કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવવાનો પ્રયાસ કરશે એથી આવા લોકોથી સાવચેત રહેશો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 18 January

    મેષ ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. વૃષભ આજે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!