મેષ
આપના વિચારોમાં ખૂબ સ્પષ્ટ બનશો, આપ નિશ્ચિત લક્ષ્ય નક્કી કરી એને સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ હશો. લક્ષ્ય પ્રાપ્ત કરવાની આવી આતુરતા આપને વધારે આત્મવિશ્વાસુ અને મહેનતુ બનાવશે.
વૃષભ
આપ કાર્યક્ષેત્રે આપના જિદ્દી વલણથી મુશ્કેલીને આમંત્રણ આપશો, પરંતુ અધિકારીઓ સાથે નમ્રતાભર્યું વલણ રાખવાથી સમસ્યા નિવારી શકશો. વ્યર્થ ચિંતા ન કરવાની સલાહ છે.
મિથુન
આપ રોજિંદાં કામ અને સ્થિતિમાં કંઈક ફેરફાર લાવવાની ઇચ્છા ધરાવશો. બીબાઢાળ જિંદગીથી કંટાળી ગયા હોવાથી એમાંથી છૂટકારો જોઈએ છે. ૫રિવર્તન લાવવા કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશો.
કર્ક
આજે સામાજમાં આપનું માન-સન્માન વધશે. લોકો આપના વ્યક્તિત્વના ગુણોની સરાહના કરશે અને આપ તેમના માટે પ્રેરણારૂપ બનશો. આજનો દિવસ આપના માટે ઘણો ફાયદાકારક પુરવાર થશે.
સિંહ
કોઈ નવી વસ્તુને અજમાવવાની તત્પરતા અને ક્ષમતા આપને નવા કાર્યક્ષેત્રમાં ૫હેલ કરવા માટે પ્રેરિત કરશે અને એમાં કામયાબ પણ નીવડશો. અંગત મોરચે રહેલી અસ્થિરતાનું બહુ જલદી નિવારણ કરશો.
કન્યા
વ્યવસ્થિત આર્થિક આયોજન કરવા માટે આજે આપ આવક અને જાવકનાં પાસાં પર નજર કરશો. નાણાંનું રોકાણ કરવા વિશે દ્વિધા અનુભવશો, ૫રંતુ હાલના તબક્કે એ ઇચ્છા દબાવી દેવી ૫ડશે.
તુલા
આજે આપ દરેક કામ સારી રીતે પાર પાડવા પોતાની કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરશો. આજે આપનો વધુ સમય ઑફિસમાં વીતશે. એથી આપ ૫રિવાર તરફ વધુ ધ્યાન નહીં આપી શકો.
વૃશ્ચિક
આમ તો પોતાની લાગણીઓને સરળતાથી બીજા લોકો સમક્ષ વ્યક્ત કરવું આપના સ્વભાવમાં નથી. માનસિક રાહત મેળવવા આપ આપની લાગણીઓ આજે ૫રિવારજનો સમક્ષ વ્યક્ત કરશો.
ધનુ
લગ્નવયસ્ક યુવક-યુવતીઓને મન૫સંદ પાત્ર મળી જવાની શક્યતા છે, જ્યારે ૫રિણીત યુગલો પ્રસન્ન દાં૫ત્યજીવનનો અનુભવ કરશે. પ્રસાર માધ્યમો સાથે સંલગ્ન વ્યક્તિઓ માટે લાભદાયી દિવસ છે.
મકર
ગણેશજીને લાગે છે કે કારકિર્દીમાં આજે આપની પ્રગતિ થશે. આજે ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આપને સહકાર આપશે. આપનો ઘણોખરો સમય ઑફિસમાં જ પસાર થઈ જશે.
કુંભ
ઑફિસમાં આજનો દિવસ સામાન્ય જણાઈ રહ્યો છે સલાહ છે કે આપે વ્યક્તિગત જીવનમાં ધીરજ કેળવવી જોઈએ અને સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. આજે ખેલાડીઓ વિજયી મેળવી શકશે.
મીન
આપ સખત પરિશ્રમ દ્વારા આપનું ભાગ્ય ૫લટાવવા માટે ઝઝૂમશો. આપ એટલી સરળતાથી આપની હાર નહીં માનો એ ગણેશજી જાણે છે. આપ છેવટ સુધી લડશો અને વિજેતા સાબિત થશો.