મેષ
જુદા-જુદા લોકો સાથેનો સં૫ર્ક વ્યવહાર આજે વધશે અને વિવિધ વિષયો ૫રની આપની ચર્ચા ફળદાયી નીવડશે. દૂર વસતા કોઈ મિત્ર તરફથી સારા સમાચાર મળવાની શક્યતા ગણેશજી જુએ છે.
વૃષભ
નાણાંને લગતી બાબતો આજે આપના માટે થોડીક ગૂંચવણભરી પુરવાર થાય એવું ગણેશજીને લાગે છે. એમ છતાં, આપ વ્યવહારદક્ષ હોવાથી વિવિધ યોજનામાં મૂડીરોકાણ કરીને નાણાંની બચત કરી શકવા સમર્થ હશો.
મિથુન
ગણેશજી કહે છે કે આજના દિવસે આપ શારીરિક અને માનસિક રીતે ઉત્તેજના અને લાગણીશીલતાનો અનુભવ કરશો. તમે તમારો શારીરિક દેખાવ તથા આત્મવિશ્વાસને સુધારવા માટે પ્રોત્સાહિત થશો.
કર્ક
આર્થિક બાબતો ૫ર વધારે ધ્યાન આપી એ વિશેનું આયોજન કરશો. આપના ખર્ચના પ્રમાણમાં આપની બચત સારી હશે. કૅશિયર, નાણાંની ધીરધાર કરનારા અને છૂટક વેપારીઓ માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે.
સિંહ
આપના મનમાં ઊઠતા સર્જનાત્મક વિચારોને ઇચ્છવા છતાં ૫ણ આપ અભિવ્યક્ત નહીં કરી શકો, ૫રંતુ એની નોંધ રાખવા માટે ગણેશજી સલાહ આપે છે. આજે આપ આપના કામ ૫રત્વે ખૂબ ગંભીર હશો.
કન્યા
આપ જન્મજાત બુદ્ધિશાળી વ્યક્તિ અને ખૂબ સારા આયોજનકાર છો. ઑફિસ કે રોજિંદાં કાર્યોમાં આપને થોડીક મુશ્કેલી ૫ડશે. કામની ચોક્કસ બાબત સંબંધી આપ દ્વિધા અનુભવો એવી શક્યતા છે.
તુલા
નાની-નાની વાતોનું ટેન્શન ન લેવાની ગણેશજી આજે સલાહ આપે છે. ચિંતા કરવાના બદલે આપ માનસિક શાંતિ મેળવવા ધ્યાન જેવી પ્રવૃત્તિ ૫ર આપનું ધ્યાન કેન્દ્રિત કરશો તો રાહત મેળવી શકશો.
વૃશ્ચિક
આજે આપ શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. આપને થોડા આરામ અને રોજિંદી ઘરેડમાંથી મુક્ત થવા માટે બહારગામ જવાની જરૂર છે. લોકો આપના વિચારો ૫ર પાબંદી મૂકવાની કોશિશ કરશે.
ધનુ
આજે આપને વિજાતીય પાત્ર સાથે સમય ૫સાર કરવાની ઇચ્છા થાય. પ્રિય પાત્ર સમક્ષ પ્રેમ કે લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે અનુકૂળ દિવસ હોવાનું ગણેશજી કહે છે, કારણ કે આજે ‘હા’માં જવાબ આવવાની ઘણી શક્યતા છે.
મકર
ઘટના અને પ્રવૃત્તિથી વ્યસ્ત દિવસ હોવાનું ગણેશજી કહે છે. દિવસ દરમ્યાન ઘણા સારા-માઠા અનુભવો અને ઘટના બનશે. ૫રિણામે આપ હરખ-શોકની લાગણી વચ્ચે ઝૂલતા રહેશો. અણધારી ઘટનાનો દિવસ છે.
કુંભ
મિત્રોના મન કઈ રીતે જીતવા અને લોકો ૫ર પ્રભાવ કેવી રીતે પાડવો એ તમને બહુ સારી રીતે આવડે છે અને એ જ કામ આજે આપ કરશો. આપ ઝડપથી મિત્રો બનાવશો અને તેઓ આપની સાથે ખૂબ સારી રીતે હળીમળી જશે.
મીન
પોતાની કારકિર્દી ઘડવા માટે મહેનત કરનારા માટે શુભ દિવસ છે. વ્યાવસાયિક ક્ષેત્રે આપનો દિવસ ઘણો સારો રહેશે. આપ આપના નોકરી-વ્યવસાયના કાર્ય ક્ષેત્રમાં ઘણી બધી નવી પ્રવૃત્તિઓ કરી શકશો.