છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને પાવીજેતપુર તાલુકા આરોગ્ય શાખા ના સંયુક્ત ઉપક્રમે ખટાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા અને ૧૦ થી ૧૯ વર્ષીય પીઅર એજ્યુકેટર નો ત્રિ દિવસીય વર્કશોપ યોજાયો હતો જેમાં પીએચસી ના મેડિકલ ઓફિસર ડૉ નયન પટેલ અને તજજ્ઞ વરિયા નિરાલી(CHO), રાઠવા કિંજલ (CHO),ઠાકોર કિશન કુમારી(CHO),પટેલ રાજેશ્વરી (CHO),બારીયા પ્રિયકા (CHO) ના માર્ગદર્શન હેઠળ આયોજન થયેલ અને પિયર એજ્યુકેટર ને વિસ્તૃત માર્ગદર્શન આપેલ. આ વર્કશોપ માં પીએચસી ના વિસ્તારના તમામ ગામોના ૧૦ થી ૧૯ વર્ષીય પિયર એજ્યુકેટર અને આશાબેનો ને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્યના દરેક કાર્યક્રમો માં તેમની શું શું ભૂમિકા છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં ગામના કિશોર અને કિશોરીઓ આરોગ્ય વિષય ઉપર વિશેષ તાલીમ લઈ અને તેમના દ્વારા ગામના બીજા કિશોર અને કિશોરીઓ ને આરોગ્ય ની સેવાઓ અંગે કઈ રીતે માહિતી આપી અને મદદરૂપ થઈ શકાય તે વિષય પર વિગતવાર વિશેષ ચર્ચા ઓ કરવામાં આવી હતી ઉપરાત પિયર એજ્યુકેટર ના પ્રોત્સાહન ના ભાગ રૂપે આરકેએસકે માં વિવિધ પ્રવૃતિ કરી ઈનામ વિતરણ કરેલ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર