ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાય થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે. સમારકામ તો દૂર કોઈ વોર્નિગ બોર્ડ પણ અહીં લગાવામાં આવ્યું નથી. અતિ વ્યસ્ત હાઇવે ઉપર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. તેવામાં વાહન ચાલકો વહેલી તકે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર