અંશુમન શર્મા વન સંરક્ષક વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે.એમ. બારીઆ નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ
આજરોજ રાયસીંગપુરા ચોકડી પર નાકાબંધી કરતા છોટા હાથી ગાડીમાં ગેરકાયદેસર અનામત ખેરના લાકડા ભરીને જતા ઝડપી પાડી હતી.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરેલ હતી. જેમાં ટુકડા નંગ 30 અંદાજિત ઘન મીટર 1.400 જેની કિંમત ૪૫ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ બે લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એમ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર