છોટાઉદેપુર નગર પાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે છોટાઉદેપુર નગરમાં મજબૂત થતી જાય છે. ત્યારે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર નગરમાંથી 25થી વઘુ યુવા અને ઉત્સાહી કાર્યકર્તાઓ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈકબાલભાઈ ખોટા,આમ આદમી પાર્ટીના નેતા રમણભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડી સ્વાગત કર્યું હતું.