નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનામાર્ગદર્શન હેઠળ તા.14/12/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબના અદ્યક્ષસ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ 792 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે. તથા સ્પે સીટીંગ થી કુલ 4129 કેસો નીકાલ કરેલ છે. વધુમાં બેન્ક , એમ.જી.વી.સી.એલ તથા આર.ટી.ઓ. ના ઇ. ચલણ એમ કુલ 1277 પ્રીલીટીગેશન કેસોનો નીકાલ કરવામાં આવેલ હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર