શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપીંડી કરવા ચાલતુ બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ

શ્રી સંદિપ સીંધ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.પટેલ સાહેબ, ડભોઈ ડિવીઝન ડભોઈનાઓના માર્ગદર્શન હેઠળ ડિવીઝન વિસ્તારમા મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા સારૂ તાબાના તમામ અધિકારી શ્રીઓને જરૂરી સુચના આપવામા આવેલ જે અનુસંધાને શ્રી એ.કે. ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર કરજણ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ માણસોને મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે આજરોજ કરજણ પોલીસ સ્ટાફના માણસો વલણ આ.પો.વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન સાથેના પો.સ.ઇ શ્રી એસ જે રાઠવા નાઓને પોતાના ખાનગી બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, હલદરવા ગામની સીમમા આવેલ રોયલ વિકેન્ડ હોમ સોસાયટીમા મકાન નંબર ૩૧ મા કોઇ ગે.કા પ્રવૃતિ ચાલતી હોય જેવી બાતમી મળતા જે બાતમી હકિકત આધારે સદર જગ્યાએ રેડ કરતા સદર મકાનમા તપાસ કરતા મકાનના ઉપરના માળે પસ્ચિમ દિસાના રૂમમા કુલ ૦૯ ઇસમો તથા ૦૨ કાયદાના સઘર્ષમાં આવેલ કિશોરો મળી મળી આવેલ જેઓની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, આ કામે પકડાયેલ આરોપીઓને કરજણ તાલુકાના હલદરવા ગામે રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ નુ મકાન ભાડે કરી આપી તેઓને ફોન તથા સીમ કાર્ડ આપી અને ગ્રાહકોના નામ મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી નુ લિસ્ટ આપી શરૂઆતમા પોતાનું નામ ખોટુ આપી વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા અંગે બે -ત્રણ દિવસ સુધી માર્કેટ પ્લસ (MARKET PULSE) નામની એપ મા શેર બજારના વધઘટ જોઇ જરૂરી ગાઇડ્રન્સ આપી વિશ્વાસમા લઈ અને ગ્રાહકને તેઓના ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ છે તેમાં તમને લીમીટ મળતી નથી અને અમારા બ્રોકર પાસે ઓફલાઇન ડીમેટ એકા. ખોલાવશો તો તેમાં સારું પ્રોફીટ મળશે તેવી વાતચીત કરી જે ગ્રાહક તૈયાર થાય તેણે રાહુલ પોતાનુ ખોટુ નામ આપી બ્રોકર તરીકે ઓળખ આપી ઓફલાઇન ડીમેટ એકાઉંટ બનાવી પ્રોફીટ કરી આપીશ તેમ કહી એકાઉંટ નંબર આપી પૈસા મેળવી તે પૈસા શેર બજારમા રોકાણ કરેલ છે તેવો ગ્રાહકને વિશ્વાસ આપવા માટે વર્ચ્યુઅલ ટ્રેડીંગ (VIRTUAL TRADING) એપ કે જે શેર બજારમાં રોકાણ શીખવા માટેની એપ છે તેમા રોકાણ કરેલ હોવાનુ વર્ચ્યુઅલ એપનો સ્ક્રીન શોટ લેતા જે શીખાવ એપનો સ્ક્રીન શોર્ટ છે તેવુ ન લાગે તે માટે એપનો લોગો ક્રોપ કરી સ્ક્રીન શોર્ટ ગ્રાહકને મોકલી નુકશાન થયેલ છે અને તમારા પૈસા લોસ થઇ ગયેલ છે તેમ જણાવી છેતરપીંડી કરતા હોવાનું જણાય આવેલ છે. જેથી તમામને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧) મેહુલજી બકાજી ઠાકોર ઉ.વ.૨૪ રહે.નવાપુરા ગામ ઠાકોર વાસ તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૨) દિપકજી સોમાજી ઠાકોર ઉ.વ.૧૯ રહે.ગોઠવાગામ આથમણો વાસ તા.વિસનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૩) જુગાજી શૈલેશજી ઠાકોર ઉ.વ.૧૮ રહે.નવાગામ ઠાકોરવાસ તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૪) સેંધાજી લવંગજી ઠાકોર ઉ.વ.૧૯ રહે.નવાપુરા તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૫) વિશાલજી શૈલેશજી ઠાકોર ઉ.વ.૧૯ રહે.ગોઠવા ગામ આથમણો વાસ તા.વિસનગર જી. મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૬) વિશાલજી અશ્વીનજી ઠાકોર ઉ.વ.૨૧ રહે.નવાપુરા ગામ જાંબુડીયા ખેતરમા તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૭) ચેતનજી કસાજી ઠાકોર ઉ.વ.૨૨ રહે.નવાપુરા ગામ નવાઘર ફળીયુ તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૮) મેહુલજી શનાજી ઠાકોર ઉ.વ.૨૦ રહે.છાબલીયા ગામ મોટાવાસ તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૯) વિરમજી દશરથજી ઠાકોર ઉ.વ.૨૨ રહે.શાહપુર ગામ બોરીયાપુરા ફળીયુ તા.વડનગર જી.મહેસાણા હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર-૩૧ હલદરવા
(૧૦) કાયદાના સંઘર્ષમા આવેલ એક કિશોર
(૧૧) કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર

(૧) મોબાઇલ નંગ-૧૨ કિ.રૂ.૫૫,૫૦૦/- તથા
(૨) JOLLY લખેલ નોટબુક જેમા લાલ બોલપેનથી બીજા નંબર પેજમા મોબાઇલ નંબર, નામ, કામ સીટી લખેલ છે જેની ७.३.००/००
(3) JOLLY લખેલ નોટબુકના અલગ અલગ પેજ ઉપર બ્લ્યુ કલરની બોલપેનથી મોબાઇલ નંબરો તથા નામ,તારીખ મોબાઇલ, કામ, સીટી લખેલ છે જેની કિ.રૂ.૦૦/૦૦
(૪) GENUINE લખેલ ચોપડો મળી આવેલ જેમા અલગ અલગ પેજ ઉપર લખાણ જેમા તારીખ, મોબાઇલ નંબર,શેર બજાર અંગેના લખાણ કરેલ છે જેની કિ.રૂ.૦૦/૦૦
(૫) એક પ્લાસ્ટીકની થેલીમા A*4 સાઇઝના કાગળો મળી આવેલ જેમા ગ્રાહકોના અલગ અલગ મોબાઇલ નંબર તથા નામ કંન્ટ્રી તેમજ ઇ-મેલ આઇડીઓ પ્રિટ કરેલ લખેલ છે જેની કિ.રૂ.00/00
(૬) એક લાલ કલરની થેલી જેમા વી.આઇ. તથા એરટેલ કંપનીના સીમ કાર્ડ નંગ-૦૮ મળી આવેલ જેની કિ.રૂ.00/00

*સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી*

(૧) શ્રી એ.કે.ભરવાડ પોલીસ ઇન્સપેક્ટર, કરજણ પોલીસ સ્ટેશન
(૨) પો.સ.ઈ.એસ.જે.રાઠવા કરજણ પોલીસ સ્ટેશન
(3) પો.સ.ઇ.વી.એચ.મદાત કરજણ પોલીસ સ્ટેશન
(૪) અ.મ.સ.ઇ.પ્રકાશભાઇ ખીમજીભાઇ બ.નં.૯૪૩ કરજણ પોલીસ સ્ટેશન
(૫) અ.હે.કો.વિજયસિંહ ઉદેસિંહ બ.નં.૧૨૧૬ કરજણ પોલીસ સ્ટેશન
(૬) અ.પો.કો હનુભાઇ લુણવિરભાઇ બ.ન.૧૩૫૨ કરજણ પોલીસ સ્ટેશન
(૭) અ.પો.કો છગનભાઇ આંબાભાઇ બ.ન.૧૧૩૪ કરજણ પોલીસ સ્ટેશન
(૮) અ.પો.કો.વિપુલભાઇ વાલ્કેશભાઇ બ.નં.૧૩૧૧ કરજણ પોલીસ સ્ટેશન
(૯) આ.પો.કો.આરીફભાઇ અમીરભાઇ બ.નં.૩૦૯ કરજણ પોલીસ સ્ટેશન

 

 

  • Related Posts

    વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, ત્રણ ભરવાડ વોન્ટેડ

    વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ…

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!