મધ્ય ગુજરાત વિજ કંપનીમાં હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવા ધારાસભ્યની માંગ

છોટાઉદેપુર જિલ્લો 2013માં બન્યો છતાં પણ હજુ મધ્ય ગુજરાત વીજ કંપનીના બીલમાં સરનામામા હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવામાં આવે તેવી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના ઉર્જા વિભાગના અગ્ર સચિવ, મુખ્ય સચિવ અને ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી તથા રૂબરૂમાં રજુઆત કરી છે.
લખેલ પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લો 2013 માં વડોદરા જિલ્લામાંથી અલગ થયો જેમાં 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. મોટાભાગનો આદિવાસી વિસ્તાર છે. સરકારે લાઈટની સુવિધા આપેલી છે. તેમાં એમજીવીસીએલ તરફથી જે લાઈટ બિલો આવે છે. તેમાં હજુ પણ વડોદરા જિલ્લો દર્શાવવામાં આવે છે. અનેકવિધ સરકારના કામો માટે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને રહેઠાણના પુરાવા સહિત એમજીવીસીએલના લાઈટ બિલ ને મુખ્ય આધાર ગણવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લાના નાગરિકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફીશિપ કાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ, આઈડી વિદ્યાર્થીઓ માટેના દસ્તાવેજી પુરાવા તથા પાનકાર્ડ સહિત અને કામો હજુ પણ લાઈટ બિલને આધારિત ગણવામાં આવે છે. લાઈટ બિલ અને આધારકાર્ડ સહિતના અન્ય કાર્ડમાં અલગ અલગ જિલ્લાઓ હોવાથી અનેક તકલીફો જિલ્લાના નાગરિકોને પડી રહી છે. જેની રજૂઆત મને વિદેશમાં વસતા જિલ્લાના એન.આર.આઈ હોય જેઓએ whatsapp અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો એમજીવીસીએલના લાઈટ બિલોમાં સરનામામાં વડોદરા જિલ્લો લખાય છે. તેને બદલે છોટાઉદેપુર જિલ્લો લખાય તે માટે તાત્કાલિક આદેશ કરવા અને લગતા સુધારા કરવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ઉર્જા વિભાગ મંત્રી સમક્ષ માંગ કરી છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયરના હસ્તે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડોદરા ના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ…

    ખેડૂત અને તેના પુત્રને માર મારતા પોલીસે ચાર શંકાસ્પદોને ઝડપ્યા

    જીન માલિક અને તેનો પુત્ર ફરાર બંનેને પકડવા પોલીસની ત્રણ ટીમ કામે લાગી ખેડૂતોમાં આક્રોશ આદોલનની ચીમકી નસવાડી, સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ખાતે જગદંબા જીનમાં ખેડૂત અને તેના પુત્રને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!