સંતરામપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીથી પ્રભાવિત થઈ કામગીરીને બિરદાવતા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ
મહીસાગર જિલ્લાના સંતરામપુર ફાયર સ્ટેશન હૉલ ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સંતરામપુર નગરપાલિકા કામોની સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડએ સંતરામપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશને નવી ઉચાઈએ લઈ જવાનું કામ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વ હેઠળ ગુજરાત ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે અને ગુજરાત સમગ્ર ભારતમાં નેતૃત્વ કરી રહ્યું છે. ત્યારે આપડે સાથે મળી ખૂટતી કડી પૂર્ણ કરી વડાપ્રધાનના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છીએ.
બેઠકમાં નગરને લગતા ટ્રાફિક સમસ્યા, આવાસ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અને સૌચાલય જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેને મંત્રીએ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર નેહા કુમારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન,અગ્રણી
દશરથભાઇ, સંતરામપુર પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.