૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના ૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ના આયોજન અંગે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હ્તી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને ધારાસભ્યઓએ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સર્વે ધારાસભ્યઓ જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહભાઈ તડવી, ડીઆરડીએના નિયામક કે ડી ભગત, તાલુકા પંચાયતના પ્રમુખ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર