બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ૮ ઓરડાઓનું ખાતમુહુર્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર

જબુગામ પ્રાથમિક શાળાને મળશે નવા ૮ ઓરડા

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮ ઓરડાઓનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે ‘કન્યા કેળવણી’ અને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થકી ખુબ મોટું અભિયાન ઉપાડ્યું હતું. જેના પરિણામે આજે ડ્રોપ આઉટ રેસીયો મોટા પાયે ઘટાડો થયો છે. ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝન સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. જેમાં આજે જબુગામ પ્રાથમિક શાળામાં ૮ ઓરડાઓ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. વિદ્યાના મંદિરમાં બાળકો અભ્યાસ કરશે જેઓ ભવિષ્યમાં ડોકટર, વકીલ બનશે અને દેશના સારા નાગરિક તૈયાર થશે એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર શિક્ષા છોટાઉદેપુર જિલ્લામાં ૮૦ શાળાઓમાં ૩૩૧ ઓરડાઓ બનાવવા માટેનો વર્ક ઓર્ડર સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે, જેમાં ૧૯૫ ઓરડા પૂર્ણ થયેલ છે અને ૧૩૬ ઓરડાઓ પ્રગતિ હેઠળ છે સમગ્ર શિક્ષા અંતર્ગત ૧૭ પ્રાથમિક શાળાઓના ૫૧ ઓર્ડર બનાવવા માટેનો વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આપવામાં આવનાર છે. સમગ્ર શિક્ષા અંતર્ગત 300 પ્રાથમિક શાળાઓના ૭૦૧ ઓરડા ટેન્ડર પ્રક્રિયામાં છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સર્વે ધારાસભ્યઓ જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહભાઈ તડવી, બોડેલી તા. પંચાયત પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, જિ.શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજયભાઈ રાઠવા, જબુગામના સરપંચ શીતલબેન ડી.રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર, જિ. શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, શાળાના આચાર્ય અન્ય મહાનુભાવો, શાળાના બાળકો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 24 December

    મેષ ગણેશજી કહે છે કે આજે આપના વિચારોનો પ્રવાહ સતત અને સાતત્‍યપૂર્ણ રહેશે. આપની અનોખી કલ્પનાશક્તિથી આપ દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ…

    નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.

    ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાય થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!