મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવા રવિ કૃષિ મહોત્સવ બાદ મોડેલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આવા જ મોડેલ ફાર્મના ફાર્મર સંજ્યભાઈ રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ પાંચ વર્ષથી દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.
છોટાઉદેપુર તાલુકાના નાની દુમાલી ગામના સંજયભાઈ રમેશભાઈ રાઠવા સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે ,છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક કૃષિના પાયાના પાંચ આયામોનો ઉપયોગ કરીને ગીલોડીની ખેતી કરુ છું.ગીલોડીની ખેતી સાથે અંતર પાક મેથી,ધાણા,પાલક,મૂળા,ફેન્સી પાપડીનો પાક લઉ છું. જમીનમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરી ફળદ્રુપ બનાવું છું. બીજને બીજામૃતનું પટ આપી વાવેતર કરું છું. પાકના વિકાસ માટે જીવામૃત આપું છું.પાકમાં જીવાત માટે નિમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરુ છું. મારી પાસે બે દેશી ગાય છે. આ બે ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત,બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવું છું.
હાલ એક વીઘા જમીનમાં રેટરોપ ભીંડાનું પણ વાવેતર કર્યું છે. આ ભીંડાના છોડ ફુલો આવ્યા બાદ જીવાત સામે રક્ષણ માટે નિમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરુ છું.હાલ ભીંડાનો પાક તૈયાર છે. ગીલોડી અને ભીંડાનું વેચાણ નજીકની સ્થાનિક બજાર પાવી જેતપુરમાં કરુ છું. સીઝનમાં ગીલોડીનો ભાગ ૬૦રૂપિયા હતો. ગીલોડીના પાકમાંથી વર્ષ દરમિયાન અંદાજે ૧ લાખ ૫૦ હજાર જેટલી આવક મળી રહે છે.જ્યારે આંતરીક પાકનું વેચાણ કરતા ૬૦ થી ૭૦ હજાર મળી રહે છે.
સંજયભાઈનું ફાર્મ મોડેલ ફાર્મ તરીકે જાણી છું.તેમના મોડેલ ફાર્મની મુલાકાત લેવા અને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવા અનેક ખેડૂતમિત્રો આવે છે.તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરી જમીનની ફળદ્રુપતા વધારવા અને શુદ્ધ શાકભાજી વાપરવા જણાવે છે. સંયુક્ત કુટુંબ રહેતા હોવાથી ઘરના તમામ સભ્યો પ્રાકૃતિક કૃષિ કરવામાં મદદપૂર થાય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર