વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશી દ્વારા આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો
થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકા ના ડેપ્યુટી. મ્યુનિસિપલ કમિશનર(વહિવટ) હસમુખ પ્રજાપતિ ની બદલી પાટણ ખાતે થઈ હતી. અને તેમની જગ્યાએ વડોદરા મહાનગર પાલિકામા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહિવટ) તરીકે કેતન પી. જોષી ની. નિમણૂંક કરવામાં આવી હતી. કેતન પી જોષી એ આજે સવારે વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કેતન જોષી આજે પોતે ગાડી ચલાવી પાલિકા કચેરીએ આવ્યા હતા