વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગોત્રી વિસ્તારમાં આવેલ ધનિશા નગર સોસાયટી ખાતે હનુમાનજી મંદિર પર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક સપન બલામૃતજી ખાસ હાજર રહ્યા હતા, જેમણે પોતાના મીઠા સ્વરે સુંદરકાંડ પાઠ રજૂ કરતા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
આ આયોજનમાં સ્થાનિક આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો તેમજ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આયોજકો દ્વારા સર્વે ભક્તજનોને ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.





