વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે.
વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભરણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે. પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ પાસે ટ્રાફિકને નિયમન રાખવાનું પૂરતું આયોજન નથી ટ્રાફિક પોલીસ માત્ર દંડ ઉઘરાવી બધું નિયમનમાં આવી જશે તેવું માની રહી છે પણ પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફિકનું સુચારુ નિયમન થઈ શકે તેવું આયોજન કરાતું નથી
પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રત્યે જાગૃત કરવા પ્રયત્નોનો અભાવ જણાય છે બીજી તરફ કેટલાક લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે આ ટ્રાફિકના નિયમોનુ ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ફટકારવામાં આવતા હોય છે. પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઇ-ચલણ ભરવામાં આવતા નથી અને એકથી વધારે ઈ-ચલણ ભેગા થઈ જતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અક્ષર ચોક વિસ્તારમાં થી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાકી ઈ-ચલણની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી હતી દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ઈ-ચલણ મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા ત્યારે તેમના હુકમના પગલે બાકી ઈ-ચલણ ધારણ કર્યું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરની અંદર ખરેખર ટ્રાફિક નિયમો માટે લોકોને જાગૃત કરવામાં આવે પૂરતા આયોજનો થાય તે જરૂરી છે
બાકી પોલીસ હમેશની જેમ દંડ ઉઘરાવતી રહેશે અને ટ્રાફિકની સમસ્યા જેસે થેજ જ રહેશે