
આજે 14મી એપ્રિલે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ થયો હતો જેવો બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેના માર્ગ બતાવ્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે ગઈકાલે રાત્રિના રેસકોસ સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસર રાત્રિના 12 કલાકે કેક કાપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ રોહિત દ્વારા સમગ્ર કાર્યક્રમને લઈને માહિતી આપી હતી