શિનોર તાલુકાના ટીગલોદ ગામ પાસેથી ગેર કાયદેસર રોયલ્ટી ભર્યા વગર મોરમ ભરીને જતી બે ટ્રકો ને શિનોર પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ 20 મી ડિસેમ્બરના રોજ સાંજના 8.30 કલાકે શિનોર પોલીસ સ્ટાફ સાધલી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલો હતો.તે દરમિયાન ટીગલોદ ગામ પાસેના રોડ પરથી પસાર થતી બે ટ્રકો ને ઉભી રખાવી તેમાં તપાસ કરતાં મોરમ ભરેલી મળી આવી હતી.જે અંગે બન્ને ટ્રકો ના ચાલકોની પૂછપરછ કરતા ટ્રકોમાં ભરેલ ખનિજ ગેર કાયદેસર રોયલ્ટી ભર્યા વગર નું હોવાનું જણાવ્યું હતું.જેથી બંને ટ્રકોને શિનોર પોલીસે ડિટેઇન કરી,ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ વડોદરાને કરવામાં આવી હતી.અને ત્યારબાદ બંને ટ્રકોને ડીટેઇન કરી સાધલી આઉટ પોસ્ટ ખાતે લઇ જવામાં આવી હતી.