મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો

સુભાનપુરા થી મધુનગર તરફ જતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો

ગત તા. 30-12-2024 ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો રિક્ષા ચાલકને બાતમીના આધારે ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 30 ડિસેમ્બર 2024ના રોજ સુપર માર્કેટ થી એક મુસાફરને પોતાની ઓટો રિક્ષામાં બેસાડી તેના પર્સ અને ડોક્યુમેન્ટ ની ચોરી ભાગી જનાર સીએનજી ઓટો રિક્ષા ચાલકને ગોરવા પોલીસે બાતમીના આધારે શહેરના સુભાનપુરા થી મધુનગર તરફ જતા સીએનજી રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જીજે -23-એવી-0450 સાથે ચાલકને માહિતીના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતાં તેનું નામ મોહસીન હુસૈન રીફાકતહુસેન અબ્દાલ+રહે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલાદ દેવકુવા ત્રણ બત્તી) હોવાનું જણાવ્યું હતું તથા અગાઉ મુસાફરના પર્સની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.પોલીસે તેની પાસેથી રોકડ રકમ રૂ.11,000, સીએનજી રિક્ષા જેની આશરે કિંમત રૂ 55,000 મળીને કુલ રૂ.66,000ના મુદામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    છાણી વિસ્તારમાં થી એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થયેલ આરોપીને પોલીસે ભરૂચ ટોલ પ્લાઝાથી ઝડપી પાડ્યો હતો

    શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર,બાઈક, રિક્ષા, કાર ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીઓના બનાવો બનતા હોય છે. પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા…

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!