શિનોર તાલુકાના સાધલી,મીઢોળ, સુરાસામળ, દિવેર, માલસર સહિત ધોરીમાર્ગ ઉપર સમગ્ર રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા હતા. ત્યારે આજરોજ માર્ગ મકાન તંત્ર દ્વારા સવારે તમામ રોડ રસ્તાની રીકાર્પેટીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી સાધલી, મીઢોળ, સુરાસામળ, માલસર નો રસ્તો છે ચોમાસામાં પડેલ વરસાદના કારણે તાલુકાના રસ્તાઓ બગડી ગયા હતા આજે સવારે સાધલી શિનોર માર્ગ ની રીકાર્પેટીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે
નાના મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી અને લોકો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલે તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રોડ રસ્તાનો રીપેરીંગ કામ શરૂ કરાવી દીધુછે.અને ડામર પેચ વર્કકરી તમામ ખાડા પુરી દેવાયા હતા જેથી રાહદારીઓ તથા વાહન ચાલકોમાં આનંદ ની લાગણી વ્યાપેલ છે..