
સૂત્રોના જણાવ્યા અનુસાર સંદિપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓ દ્વારા જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે માહિતી અને વિચારો તેમજ કાર્યવાહીનું સંકલન કરી પોલીસની હકારાત્મકતા વધારવા અને ગુજરાતને દુનિયાનું સૌથી સલામત રાજ્ય બનાવવા રાજ્ય સરકાર કૃત નિશ્ચયી છે. આ માટે પોલીસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ મળે જ્યારે સામે પક્ષે જનતા પણ પોલીસ સાથેના વ્યવહારો, વાર્તાલાપ, દરમ્યાન નિર્ભયતા અનુભવે તે આવશયક છે.ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ આવનાર સમયમાં દિન પ્રતિદિન વધી રહેલ છે. તેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે. રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા સિનિયર સિટિઝન સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી સાયબર સંબંધીત બાબતે શિક્ષિત કરવા માટે પોલીસની કામગીરીથી પ્રજા વાકેફ રહે. તેમજ અત્યારની ઝડપી દુનિયામાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો જોવા મળે છે. જે અંગે વધુમાં વધુ સાયબર ક્રાઈમ જન-જાગૃતી કાર્યક્રમ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ
જે અંગે આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા પેન્શનર્સ ડેની ઉજવણી કેન્દ્રિય નિવૃત કર્મચારી મંડળ, વડોદરાનાઓ સાથે કરવામાં આવી હતી જેમાં સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સુ. સી.એન.ચૌધરી સાહેબનાઓ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા હતા સદર કાર્યક્રમમાં કેન્દ્રિય નિવૃત કર્મચારી મંડળના સિનિયર સિટીઝન આશરે ૨૫૦ થી ૩૦૦ વ્યકતી હાજર રહેલ હતા જેમા સુ. સી.એન.ચૌધરી સાહેબનાઓ દ્વારા આજના આધુનીક જમાનામાં સાયબર ક્રાઈમથી કઈ કઈ રીતે બચી શકાય છે. અને સાયબર ક્રાઈમ માટે સાવચેતી રાખવા શુ કરવુ જે અંગે વિગતવારની માહિતી આપવામાં આવી હતી.