કરજણ તાલુકાના કોઠાવ ગામમાં વસાવા મધુ બેન સોમાં ભાઈ ના ઘર આંગણામાંથી પંચાયત ની ગટર લાઈન ગઈ છે. તે છેલ્લા દોઢ વર્ષથી ગટરમાં ભંગાણ સર્જાતા સંડાશ બાથરૂમ પાસે મોટો ભુવો પડી ગયેલ છે. ભુવો પડી જતા મધુબેન ના પરિવાર ગામની પંચાયત માં સરપંચ તલાટીને વારંવાર રજૂઆત કરી કાલાવાલા કરવા છતાં સરપંચ અને તલાટી ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.પિડીત પરીવાર છેલ્લાં ઘણાં સમય થી પંચાયત કચેરી નાં ધરામના ધક્કા છતાં મધુ બેન સિનિયર સીટીઝન ને પોતાના ઘર આંગણે બાથરૂમ તેમજ ટોઇલેટ જવા મા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
તેમ છતાં વાઈબ્રન્ટ ગુજરાતના ગામડાઓમાં તંત્ર ઘોર નિદ્રામાં. તંત્ર ના રાજમાં આરામ રાજ્ય અને પ્રજા દુઃખી તેમ કહી શકાય.આખરે મધુબેન ના પરીવાર ને મીડિયા ના શરણે આવું પડ્યું. મધુ બેન વસાવા નુ કહેવું એમ છે કે એમને આ ઉમરે પડી રહેલી મુશ્કેલી વહેલી તકે નિરાકરણ આવે અને અમને યોગ્ય કામ ગીરી કરી આપવાં મા આવે.હવે જોવાનું એ રહ્યુ કે કોઠાવ ગ્રામ પંચાયત આ મધુ બેન વસાવા નાં પરિવાર ને કામ ગીરી કરિ આપશે કે કેમ ?