વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ ગેરકાયદે પ્રવાહી વેચતા ત્રણ ભરવાડોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વડોદરા નેશનલ હાઈવે 48 વિસ્તારમાં એસઓજી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી પાર્કિગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઇ તથા રાજસાઈ ભરવાડ ભેગા મળી ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટીકની ટાંકી રાખી તેમા ગેટકાયદે ડીઝલ જેવું પ્રવાહી રાખી તેની ગેરકાયદે ધંધો કરે છે. જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. ત્યારે ઘટના સ્થળ પર ટાંકીમાં શંકાસ્પદ ત્રણ હજાર લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફ.એલ.એસ અધિકારીને સ્થળ પર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનો પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જવલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યુ હતુ. એફ.એસ.એલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટીકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી આશરે 1344 લીટર, રૂપીયા 1 લાખ તથા પ્લાસ્ટીકની પાઇપ, નોઝલ સાથે જોડાયેલો ઇલેકટ્રીક ફયુઅલ પંપ સહિત રૂ. 1.62 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર મળી આવેલા વોચમેનની પુછપરછ કરતા જણાવ્યું કે ત્રણ શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઇ વીસેક દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં કોઇ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છુટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઇન મેળવતા હતા. એસઓજી પોલીસ દ્વારા ત્રણ ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.